મીરા-ભાઇંદરમાં કરાઈ વૅક્સિનના એક લાખ ડોઝની માગણી

12 April, 2021 10:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા બે દિવસથી મીરા-ભાઈંદરમાં વૅક્સિનનો સ્ટૉક ખતમ થઈ ગયો છે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા બે દિવસથી મીરા-ભાઈંદરમાં વૅક્સિનનો સ્ટૉક ખતમ થઈ જવાથી અહીંનાં તમામ વૅક્સિનેશન સેન્ટરોમાં અત્યારે માત્ર બીજો ડોઝ જ અપાઈ રહ્યો છે. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનાં ડૉ. અંજલિ પાટીલે (વૅક્સિનેશન ઇન્ચાર્જ) ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વૅક્સિનના જૂજ ડોઝ જ ઉપલબ્ધ હોવાથી જેમણે પહેલો ડોઝ લીધો છે તેમને જ અમે અત્યારે વૅક્સિન આપીએ છીએ. આજે સાંજ સુધીમાં અમારી ડિમાન્ડમાંથી કેટલા ડોઝ મળે છે એના પરથી મંગળવારે સેન્ટરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.’

coronavirus covid19 mumbai mumbai news mira road bhayander