મની લોન્ડરિંગ બાદ હવે સંજય રાઉત વિરુદ્ધ ચાલશે માનહાનિનો કેસ, જાણો વિગત

18 August, 2022 06:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ED દ્વારા તપાસ કરવામાં આવી રહેલા કૌભાંડ કેસમાં ધરપકડ હેઠળ રહેલા સંજય રાઉતને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા

ફાઇલ તસવીર

શિવસેનાના સાંસદ સંજય રાઉતે ગુરુવારે શિવડી મેજિસ્ટ્રેટ કોર્ટમાં કહ્યું કે તેઓ કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયા દ્વારા કરવામાં આવેલા માનહાનિના આરોપોને સ્વીકારતા નથી. આથી સંજય રાઉત પર હવે આ મામલે યોગ્ય ખટલો ચલાવવામાં આવશે. સંજય રાઉતે સોમૈયા પર 100 કરોડ રૂપિયાના શૌચાલય કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. તેના પરથી મેધા સોમૈયાએ સંજય રાઉત સામે માનહાનિનો દાવો કર્યો છે.

ED દ્વારા તપાસ કરવામાં આવી રહેલા કૌભાંડ કેસમાં ધરપકડ હેઠળ રહેલા સંજય રાઉતને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બપોરે 12 વાગ્યે સાંજે રાઉતને વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર કરવા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પી. મોકાશીએ આર્થર રોડને જેલને આદેશ આપ્યો હતો, જે બાદ રાઉતને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જજ મોકાશી હાજર થતાં તેમણે રાઉતને પૂછ્યું, "શું તમે તમારી સામેનો ગુનો સ્વીકારો છો?" સંજય રાઉતે કોર્ટને કહ્યું કે તે ગુનો સ્વીકારતા નથી. તેની નોંધ લેતા કોર્ટે હવે આ કેસની સુનાવણી 19 સપ્ટેમ્બરના રોજ નિયત કરી છે.

સંજય રાઉત હાલમાં ધરપકડ હેઠળ હોવાથી મેધા સોમૈયા શિવડી કોર્ટમાં રૂબરૂ હાજર રહી શક્યા ન હતા. સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલી બદનક્ષીની ફરિયાદમાં પોતાનો જવાબ દાખલ કરવા માટે અગાઉની સુનાવણી દરમિયાન તે કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ રહ્યા હતા. તેથી મેધા સોમૈયાએ કોર્ટને વિનંતી કરી હતી કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને તેમના નિવેદનો રેકોર્ડ કરવા માટે તેમને હાજર કરવાનો આદેશ આપે.

શૌચાલય કૌભાંડ શું છે?

મીરા ભાયંદર શહેરમાં કુલ 154 જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા હતા. 16 શૌચાલય બનાવવાનો કોન્ટ્રાક્ટ કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયાના યુવા ફાઉન્ડેશનને આપવામાં આવ્યો હતો. બનાવટી દસ્તાવેજો રજૂ કરીને તેમણે મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. તેના પર સાડા ત્રણ કરોડ રૂપિયાથી વધુના ટોયલેટ બિલ લેવાનો પણ આરોપ છે. ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો. આ બાબતની નોંધ લેતા પૂર્વ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ સંબંધિત વિભાગને આ મામલાની તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. આથી વન વિભાગે જે જગ્યાએ શૌચાલય બનાવ્યું છે તેની તપાસ શરૂ કરી હતી.

mumbai mumbai news maharashtra ed sanjay raut kirit somaiya