‘તમારા બળાત્કારના આરોપી પુત્રને છોડાવવો હોય તો…’ મુંબઈ પોલીસના નામે સાયબર ફ્રોડ

18 July, 2024 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પિતાએ ફોન કરનાર (Cyber Fraud)ને જવાબ આપતી વખતે કૅમેરામાં સમગ્ર ઘટના રેકોર્ડ કરી. આ ફોન +92 ISD કોડ દ્વારા આવ્યો હતો, જેથી ખબર પડી કે મોબાઇલ નંબર પાકિસ્તાનનો હતો.

પ્રતીકાત્મક તસવીર

એક ભારતીય પિતાએ મુંબઈ પોલીસ અધિકારી તરીકેનો ઢોંગ કરતાં અને તેના આરોપી પુત્રને કસ્ટડીમાંથી છોડાવવા માટે લાંચની માગણી કરીને સાયબર ક્રાઇમ (Cyber Fraud)ના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. આ વ્યક્તિને એક નકલી કૉલ આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના આયુષ નામના પુત્રએ તેના કેટલાક મિત્રો સાથે મળીને એક છોકરી પર ગેંગરેપ કર્યો હતો, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. છેતરપિંડી કરનારે પછી આયુષને મુક્ત કરવા માટે પૈસાની માગણી કરી હતી. જોકે, પિતાનો જવાબ કંઈક એવો હતો જે માટે ફોન કરનાર તૈયાર ન હતો.

પિતાએ ફોન કરનાર (Cyber Fraud)ને જવાબ આપતી વખતે કૅમેરામાં સમગ્ર ઘટના રેકોર્ડ કરી. આ ફોન +92 ISD કોડ દ્વારા આવ્યો હતો, જેથી ખબર પડી કે મોબાઇલ નંબર પાકિસ્તાનનો હતો. ફ્રોડ કરનારે કહ્યું કે, “જુઓ સાહેબ, તમને ખબર નથી કે તમારા દીકરાએ શું કર્યું છે. તમારા બાળક અને તેના ત્રણ સાથીઓએ એક છોકરી પર બળાત્કાર કર્યો છે અને પીડિતા હવે હૉસ્પિટલમાં છે. મામલો ગંભીર છે,” નકલી પોલીસને કૉલ પર કહેતા સાંભળી શકાય છે, વધુમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે તેના પુત્રણી હાલમાં ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ફોન કરનારે (Cyber Fraud) ઘટનાને નાટકીય રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તે પકડાઈ ન જાય. આ કૉલરે પિતાને રડતા છોકરાનો અવાજ પણ સંભળાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તેનો પુત્ર મદદ માટે વિનંતી કરી રહ્યો હતો અને તેને છોડાવવા માટે કહી રહ્યો હતો.

છેતરપિંડી કરનારને પિતાનો જડબાતોડ જવાબ

પિતાએ કદાચ તે નકલી કોલ હોવાનું ઓળખી કાઢ્યું હતું, પરંતુ તે છેતરપિંડી કરનારને રોસ્ટ કરવા માટે કૉલ ચાલુ રાખ્યો હતો. જ્યારે ફોન કરનારે રૂા.40,000ની ખંડણી ચાર પોલીસ અધિકારીઓ માટે માગી ત્યારે પિતાએ મૌન તોડ્યું અને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કૉલરને જવાબ આપતા કહ્યું, “બસ, 40,000? કમ સે કમ ચાર લાખ લો.” નકલી પોલીસ બની વોટ્સએપ કૉલ કરનારે આ જવાબ સાંભળીને તરત ફોન કાપી નાખ્યો હતો.

મુંબઈ પોલીસે જવાબ આપ્યો

છેતરપિંડી કરનાર અને પિતા વચ્ચેની ટેલિફોનિક વાતચીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેનો જવાબ આપતાં, મુંબઈ પોલીસે લોકોને આવા કૉલ્સને એન્ટરટેઈન ન કરવા કહ્યું અને વ્યક્તિની જાગૃતિની પ્રશંસા કરી હતી. મુંબઈ પોલીસની ટીમે આગળ લખ્યું કે, “જરૂરી કાર્યવાહી માટે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવા વિનંતી.”

ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન્સે એલર્ટ જાહેર કર્યું

આ વર્ષની શરૂઆતમાં ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન્સ (DoT)એ પાકિસ્તાન તરફથી છેતરપિંડીભર્યા કૉલ્સ વિશે ચેતવણી જાહેર કરી હતી જ્યારે વાતચીત દરમિયાન કરવામાં આવેલા તેમના શંકાસ્પદ દાવાઓ પર નાણાં ગુમાવવાના જોખમને દર્શાવ્યું હતું.

ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન્સે લોકોને સાવધ રહેવા અને +92-xxxxxxxxxx જેવા નંબરો પરથી વૉટ્સએપ કૉલ્સની જાણ કરવા જણાવ્યું છે, જે સરકારી અધિકારીઓનો ઢોંગ કરે છે અને લોકોને છેતરે છે.

cyber crime Crime News mumbai crime news mumbai police mumbai mumbai news