થાણેની ગટરમાંથી મગરને ઉગારી લેવાયો

05 April, 2021 10:19 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

લગભગ ત્રણ ફીટ લાંબા આ મગરને ઉગારતાં ૧૦ કલાક લાગ્યા હતા

ડબ્લ્યુડબ્લ્યુએની રેસ્ક્યુ ટીમના સભ્યો મગરમચ્છ સાથે

રાજ્યના થાણે જિલ્લાની ધ્યાન સાધના કૉલેજ નજીકની ગટરમાંથી શનિવારે એક સબ-ઍડલ્ટ મગરને બચાવવામાં આવ્યો હતો.

શનિવારે વહેલી સવારે થાણેના વાઇલ્ડ લાઇફ વેલ્ફેર અસોસિએશન (ડબ્લ્યુડબ્લ્યુએ) એનજીઓને થાણે-વેસ્ટની એક ગટરમાં મગર દેખાયો હોવાનો ફોન આવ્યો હતો એને પગલે ગટરમાં મગરને  નેટની મદદથી રસ્તા નીચે આવેલી ગટરમાં આઇસોલેટ કરવાની યોજના બનાવી હતી એવું ડબ્લ્યુડબ્લ્યુએના પ્રમુખ આદિત્ય પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

લગભગ ત્રણ ફીટ લાંબા આ મગરને ઉગારતાં ૧૦ કલાક લાગ્યા હતા એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ‘મગરને બચાવ્યા બાદ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો, જેઓ એને ક્યાં છોડવો એનો નિર્ણય કરશે. મગરને જ્યાંથી મુક્ત કરાયો એ ગટર ખૂબ જ પ્રદૂષિત અને ઝેરીલી હતી. ગટરમાંથી મુક્ત કરાયા બાદ હવે એ મુક્તપણે સ્વચ્છ પાણીમાં વિચરી શકશે.’

હજી બે મહિના પહેલાં જ અમે નવી મુંબઈની એક ગટરમાં તરી રહેલા ૬ ફુટ લાંબા મગરને બચાવ્યો હતો.

ઇન્ડિયન માર્શ ક્રૉકોડાઇલને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ, ૧૯૭૨ હેઠળ સુરક્ષિત કરવામાં આવ્યા છે.

mumbai mumbai news thane thane news ranjeet jadhav