શિવસેનાના નેતા નીતિન નાંદગાવકર અને તેમના સાથીદારની થઈ ધરપકડ

24 February, 2020 07:44 AM IST  |  Mumbai | Anurag Kamble

શિવસેનાના નેતા નીતિન નાંદગાવકર અને તેમના સાથીદારની થઈ ધરપકડ

નીતિન નાંદગાવકર

માટુંગા રેલવે-સ્ટેશન પર મહિલાની છેડતી કરનાર ૩૮ વર્ષના રાજીઉર હબીબૂર ખાનને માર મારવા બદલ શિવસેનાના વિવાદાસ્પદ નેતા નીતિન નાંદગાવકર અને તેમના સહયોગી દર્શનબીર સિંહ કોચરની ધરપકડ કરીને તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. નાંદગાવકરે ૩૮ વર્ષના આરોપીને કોઈ કામના બહાને ઍન્ટૉપ હિલ બોલાવીને તેની મારઝૂડ કરી હતી તથા એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો. 

આ પણ વાંચો : સેન્ટ્રલ રેલવે મુસાફરોની ફરિયાદો ઉકેલવામાં સચોટ ધ્યાન આપશે

ગયા મહિને જીઆરપીએ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી ખાનની ધરપકડ કરી હતી. માટુંગામાં રેલવે-બ્રિજ પર મહિલાની છેડતી કરતી વખતે તે સીસીટીવી કૅમેરાના ફુટેજમાં ઝડપાયેલી વ્યક્તિ આ જ આરોપી હોવાનું એ સમયે જીઆરપીના ધ્યાનમાં આવ્યું હતું. કોઈએ ફરિયાદ નોંધાવી ન હોવાથી ખાનને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. ખાને ઍન્ટૉપ હિલ પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે શુક્રવારે શિવસેનાના નેતા અને તેના સાથીદારની શુક્રવારે ધરપકડ કરીને તત્કાળ તેમને જામીન પર મુક્ત કર્યા હતા.

mumbai news mumbai anurag kamble Crime News mumbai crime news