Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સેન્ટ્રલ રેલવે મુસાફરોની ફરિયાદો ઉકેલવામાં સચોટ ધ્યાન આપશે

સેન્ટ્રલ રેલવે મુસાફરોની ફરિયાદો ઉકેલવામાં સચોટ ધ્યાન આપશે

24 February, 2020 07:44 AM IST | Mumbai
Rajendra B Aklekar

સેન્ટ્રલ રેલવે મુસાફરોની ફરિયાદો ઉકેલવામાં સચોટ ધ્યાન આપશે

ટ્રેન

ટ્રેન


મધ્ય રેલવેએ મુસાફરોને ગ્રાહક તરીકે પૂર્ણ સંતોષ થાય એ માટે નવી મોબાઇલ-ઍપ લૉન્ચ કરી છે. સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં હાઉસકીપિંગ સંબંધી ફરિયાદો અને સૂચનો તથા ફીડબૅક વ્યવસ્થિત રીતે સત્તાવાળાઓને પહોંચે અને એના પર વિચારણા કરીને નિકાલ લાવવાની પાકી વ્યવસ્થા માટે ઉક્ત મોબાઇલ-ઍપ લૉન્ચ કરવામાં આવ્યું છે. ફરિયાદ કરનારને પછીથી મોબાઇલ ફોન પર વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) મોકલવામાં આવશે. સંબંધિત મુસાફરને ફરિયાદના નિકાલથી સંતોષ થયો હોય તો જ એણે એ ઓટીપી વડે ફરિયાદ બંધ કરવાની રહેશે. 

મધ્ય રેલવેના મિકેનિકલ (કોચિંગ) ડિપાર્ટમેન્ટે ઇન્ફર્મેશન ટેકનૉલૉજી સેલના સહયોગમાં લાંબા અંતરની ૪૨ ટ્રેનો માટે ‘સહજ પ્રયાસ આપ કા ઔર રેલ કા’ અથવા સ્પાર્ક નામે મોબાઇલ-ઍપ લૉન્ચ કર્યું છે. પ્રવાસીઓએ આ ઍપનું સ્વાગત કરતાં આવી વ્યવસ્થા રેલવે તંત્રમાં અન્યત્ર પણ દાખલ કરવાની માગણી કરી છે.



હાલમાં રેલવેના હાઉસકીપિંગના તથા અન્ય કર્મચારીઓ ચાર્ટમાંથી પીએનઆર નંબર લઈને ટ્રેનોના મુસાફરોને નામે જાતે ફીડબૅક ફોર્મ્સ ભરી દેતા હોવાની વાતો જાણીતી છે. પરંતુ મોબાઇલ ઍપમાં ફીડબૅક આપતી વેળા એવું કંઈ બનવાનું નથી. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘નવું મોબાઇલ-ઍપ ક્યુઆર કોડ બેઝ્ડ સિસ્ટમ સાથે જોડાયેલું છે. એમાં પ્રવાસી ટ્રેન, સીટ નંબર વગેરે વિગતો અને ફરિયાદનો પ્રકાર લખી શકે છે. એ ફરિયાદ ઑન બોર્ડ હાઉસકીપિંગ સુપરવાઇઝરને ટેક્સ્ટ મેસેજ અને ઍપ અપડેટના રૂપમાં પહોંચે છે. જો ફરિયાદનો નિકાલ ૩૦ મિનિટોમાં આવે તો એની વિગતો સિનિયર ઑફિસરને પહોંચે છે.


આ પણ વાંચો : મોટરમૅન અને ગાર્ડની સતર્કતાને કારણે યુવકને મળ્યું જીવતદાન

હવે મુસાફરોને ફીડબૅક ફોર્મને બદલે ટૅબ આપવામાં આવશે. એ ટૅબમાં મુસાફરો પીએનઆર લિન્ક્ડ ઓટીપી વડે એમની ફરિયાદનું ‘સ્ટેટસ અપડેટ’ કરી શકશે. ફીડબૅકમાં કોઈ આપમેળે ચેડાં ન કરી શકે એ માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઑન બોર્ડ સુપરવાઇઝર્સે પણ ફરિયાદોનું સ્ટેટસ અપડેટ કરવા માટે સુધારિત સ્થિતિના ફોટોગ્રાફ્સ પણ મોકલવાના રહેશે. ફૂલપ્રૂફ અરેન્જમેન્ટ માટે એ ફોટોગ્રાફ્સ પર ટાઇમ સ્ટૅમ્પ પણ રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2020 07:44 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK