Palghar Mob Lynching Case: મૉબ લિન્ચિંગ કેસમાં 89 આરોપીઓને મળ્યા જામીન

16 January, 2021 05:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Palghar Mob Lynching Case: મૉબ લિન્ચિંગ કેસમાં 89 આરોપીઓને મળ્યા જામીન

પ્રતીકાત્મક તસવીર

Palghar Mob Lynching Case: મહારાષ્ટ્રના પાલઘરમાં હિંસામાં બે સાધુઓ અને તેમના ડ્રાઈવરની હત્યાના મામલામાં ઠાણે જિલ્લાની એક વિશેષ અદાલતે શનિવારે 89 આરોપીઓને જામીન આપી દીધા છે. જિલ્લા ન્યાયાધીશ એસબી બહલકરે આરોપીઓને જામીનને મંજૂરી આપતા મામલાની સુનાવણી 15 ફેબ્રુઆરીએ નક્કી કરી છે. આરોપીઓને વકીલ અમૃત અધિકારી અને અતુલ પાટીલે કોર્ટને જણાવ્યું હતું કે હુમલામાં અરજદારોની કોઈ ભૂમિકા નથી અને પોલીસે તેમને માત્ર શંકાના આધારે ધરપકડ કરી હતી. આરોપીઓએ એક જ કેસમાં ત્રણ એફઆઈઆર નોંધાવવાની કાયદેસરતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ કેસમાં કુલ 201 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 75 મુખ્ય આરોપીઓ હજી જેલમાં છે.

કોરોના રોગચાળાના કારણે લાગૂ થયેલા લૉકડાઉન દરમિયાન 16 એપ્રિલ 2020ના રોજ પાલઘર જિલ્લાના ગડચિંચલેમાં ત્રાસદાયક ટોળાએ બાળક ચોરના શંકાના આધારે બે સાધુઓ 70 વર્ષીય ચિકને મહારાજ કલ્પવૃક્ષગિરિ તથા 35 વર્ષીય સુશીલગિરિ મહારાજ અને એના ડ્રાઈવર 30 વર્ષીય નીલેશ તેલગડે પર હુમલો કર્યો હતો. આ બન્ને સાધુઓ અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે કારથી પસાર થઈ રહ્યા હતા. કોરોના લૉકડાઉન હોવા છતાં આ ત્રણેય મુંબઈના લગભગ 120 કિમી સુધી મુસાફરી કરવામાં સફળ રહ્યા હતા. જે સ્થાન પર આ ઘટના થઈ છે, બાઈક ચોર ગેન્ગની અફવાઓ થોડા દિવસોથી સમગ્ર વિસ્તારમાં ફેલાઇ હતી. ગ્રામીણોને લાગ્યું કે તેઓ એક જ ગેન્ગના છે અને વિચાર્યા વગર જ તે લોકો પર ગ્રામીણોની ભીડે હુમલો કર્યો હતો, પોલીસે તેને બચાવી લીધા બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

પાલઘરના એક ગામમાં 100થી વધારે લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. આ દરમિયાન ગ્રામજનોએ પોલીસની ગાડીને પણ નુકસાન પહોંચાડ્યુ હતું. પોલીસના જણાવ્યા મુજબ આ સમગ્ર વિસ્તારમાં બાઈક ચોર ગેન્ગની અફવા ફેલાઈ હતી. ગ્રામજનોને આ લોકો પર શંકા થઈ અને વિચાર્યા વગર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. આ મામલામાં હાજર પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે અમને આ ઘટના વિશે માહિતી મળી, પરંતુ અમે ત્યાં પહોંચ્યા પરંતુ હુમલો કરનારની સંખ્યા એટલી અધિક હતી કે અમે પીડિતાને બચાવી શક્યા નહીં. આ ઘટનામાં પોલીસ વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.

mumbai mumbai news palghar maharashtra