મુંબઈ : રોહામાંથી પૅન્ગોલિનની દાણચોરી કરનારી ત્રણ વ્યક્તિઓની ધરપકડ

11 February, 2021 08:47 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

મુંબઈ : રોહામાંથી પૅન્ગોલિનની દાણચોરી કરનારી ત્રણ વ્યક્તિઓની ધરપકડ

મુંબઈ-ગોવા હાઇવે પર રોહા નજીક ત્રણ વ્યક્તિઓ પાસેથી પૅન્ગોલિન મળ્યાં.

વન વિભાગના અધિકારીઓને તેમને મળેલી માહિતીના આધારે મંગળવારે મુંબઈ-ગોવા હાઇવે પર રોહામાંથી ત્રણ વ્યક્તિઓ પાસેથી પૅન્ગોલિન અને એનું બચ્ચું મળી આવ્યાં હતાં. શરીર પર ભીંગડાં ધરાવતા આ પ્રાણીને લુપ્ત થતી પ્રજાતિમાં મૂકવામાં આવ્યું છે અને વિશ્વમાં એની દાણચોરી સૌથી વધુ પ્રમાણમાં થતી હોવાનું મનાય છે. પ્રાથમિક જાણકારી મુજબ આ લોકો ચિપલૂણથી આવી રહ્યા હતા તથા તેમની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા આ લોકો જંગલી પ્રાણીઓની દાણચોરી કરનારી ટોળકી સાથે સંકળાયેલા છે કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે. એશિયામાં પૅન્ગોલિનનાં ભીંગડાંની માગ વધુ છે.

mumbai mumbai news raigad maharashtra ranjeet jadhav