ભારતીયોને મફતમાં નહીં અપાય કોવિડ વૅક્સિન : સીરમ ઇન્સ્ટિટ્યૂટ

24 August, 2020 10:40 AM IST  |  Mumbai | Mumbai correspondent

ભારતીયોને મફતમાં નહીં અપાય કોવિડ વૅક્સિન : સીરમ ઇન્સ્ટિટ્યૂટ

ફાઈલ તસવીર

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના કોવિડ-19 રસીનું ઉત્પાદન કરવા માટે એસ્ટ્રાઝેનેકા સાથે ઉત્પાદનલક્ષી કરાર કરનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એસએસઆઇ) એ ૭૩ દિવસમાં આ રસી લોન્ચ કરવામાં આવશે એવા અહેવાલોને નકારતાં તેને સંપૂર્ણપણે ખોટા અને અનુમાન પર આધારિત ગણાવ્યા છે.

પુણે સ્થિત કંપનીએ સ્પષ્ટતા જારી કરતાં જણાવ્યું હતું કે સરકારે કોવિશિલ્ડનું ઉત્પાદન કરી તેને ભવિષ્ય માટે સંગ્રહિત કરવાની પરવાનગી આપી છે.

કોવિશિલ્ડની ટ્રાયલ સફળ થાય અને જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ જ તેનું વ્યાપારીકરણ કરવામાં આવશે. વિશ્વમાં સૌથી મોટી રસીની ઉત્પાદક કંપનીએ જણાવ્યું હતું કે રસીની ઇમ્યુનૉલૉજેનિક અને અસરકારકતા પુરવાર થયા બાદ જ તે રસીની ઉપલબ્ધતા વિશે સત્તાવાર રીતે માહિતી મળશે.

સીરમ ઇન્ડસ્ટ્રીઝ કોવિશિલ્ડના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે ક્લિનિકલ રજિસ્ટ્રી ઑફ ઇન્ડિયા પાસે રજિસ્ટર્ડ કરાઈ છે, જે ભારતના ૧૬૦૦ સ્વસ્થ ઉમેદવારો પર કરવામાં આવશે.

સીરમ ઇન્ડસ્ટ્રીઝે એઝેડડી ૧૨૨૨ રસી માટે એસ્ટ્રાઝેનેકા સાથેના ઉત્પાદન અને ક્લિનિકલ ટ્રાયલ્સનો સોદો કર્યો છે, જેની તપાસ વિશ્વભરના ૨૦૦ વિકલ્પોની નજીકના લોકોમાં કરવામાં આવી છે. કંપનીએ ભારત માટે કોવિડ-19 રસીના દસ કરોડ ડોઝ સુધીના ઉત્પાદન અને ડિલિવરી ઝડપી અને ઓછા અને મધ્યમ આવક ધરાવતા દેશો સુધી પહોંચાડવા માટે ગેવી, ધ વેક્સિન એલાયન્સ અને બિલ અૅન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી હતી.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ રસી ચાલુ વર્ષના અંત પહેલાં જ બહાર પાડવામાં આવશે એવા અહેવાલો ગઈ કાલ સવારથી મિડિયામાં પ્રસિદ્ધ થઈ રહ્યા છે. આને પગલે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખાસ સ્પષ્ટતા કરવામાં આવી હતી.

pune pune news mumbai mumbai news maharashtra coronavirus covid19 lockdown