મહારાષ્ટ્ર: કોવિડ વેક્સિનનો બીજો ડૉઝ લીધાની થોડીવારમાં વ્યક્તિનું નિધન

03 March, 2021 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મહારાષ્ટ્ર: કોવિડ વેક્સિનનો બીજો ડૉઝ લીધાની થોડીવારમાં વ્યક્તિનું નિધન

પ્રતીકાત્મક તસવીર

ભિવંડીમાં 45 વર્ષની એક વ્યક્તિએ વેક્સિન મૂકાવી. વેક્સિન મૂકાવવાની 15 મિનિટ પછીથી ઑબ્ઝર્વેશન રૂમમાં તે બેભાન થઈ ગયા. ત્યાંથી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તે વ્યક્તિની મૃત જાહેર કરવામાં આવી.

મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં મંગળવારે 45 વર્ષીય વ્યક્તિનું કોવિડ-વેક્સિન મૂકવ્યાની થોડી જ વારમાં નિધન થઈ ગયું. અત્યાર સુધી વ્યક્તિના નિધનનું કારણ ખબર પડી નથી. એક નેત્ર વિશેષજ્ઞના ડ્રાઇવર તરીકે કામ કરનારા, બે બાળકોના પિતા સુખદેવ કિરદિત મંગળવારે ભિવંડીના એક હૉસ્પિટલમાં વેક્સિનનો બીજો ડૉઝ લેવા ગયા હતા. અહીં તેમને વેક્સિન મૂકાયા પછી ઑબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવ્યા હતા.

પણ વેક્સિન મૂકાયા બાદ કિરદિત 15 મિનિટ પછી ઑબ્ઝર્વેશન રૂમમાં બેભાન થઈ ગયા. તેમને તરત નજીકના ઇંદિરા ગાંધી મેમોરિયલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. વ્યક્તિએ 28 જાન્યુઆરીએ સ્વાસ્થ્યકર્મચારી તરીકે કોવિડ વેક્સિનનો પહેલો ડૉઝ લીધો હતો. ડૉક્ટર્સનું કહેવું છે કે તેના મૃત્યુનું કારણ હજી ખબર પડી નથી અને પોસ્ટમૉર્ટમ પછી બધુ સ્પષ્ટ થઈ શકશે.

હૉસ્પિટલના ડૉક્ટર કેઆર ખરાટે કહ્યું કે, "એક મહિના પહેલા તેમણે પોતાનો પહેલો ડૉઝ લીધો હતો તે સમયે તેમને કોઇ જ મુશ્કેલી નહોતી. આ વખતે ડૉઝ પહેલા તેમનું ફુલ ચૅક-અપ થયું હતું. માહિતી મળી કે તેમને વર્ષોથી બ્લડ પ્રેશર અને પગમાં સ્વેલિંગ થવા જેવી સમસ્યા હતી. પણ આદના ડૉઝ પહેલા ચેકઅપમાં બીપી અને ઑક્સીજન લેવલ વગેરે બધુ જ સામાન્ય હતું."

જણાવવાનું કે દેશમાં કોરોના વિરુદ્ધ 16 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પહેલા ચરણમાં લાખો હેલ્થકૅર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસી મૂકવામાં આવી હતી. પહેલા ચરણમાં સ્વાસ્થ્ય કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી. 1 માર્ચથી વેક્સિનેશન ડ્રાઇવનું બીજું ચરણ શરૂ થયું છે. આ ચરણમાં 60થી વધુની ઉંમરના લોકો અને ગંભીર બીમારીઓથી જજૂમતા 45થી ઉપરની ઉંમરના લોકોને રસી મૂકવામાં આવશે.

મંગળવારે મહારાષ્ટ્રમાં કુલ 33,044 લોકોને વેક્સિન મૂકવામાં આવી. કોરોનાવાયરસના કેસની વાત કરીએ તો રાજ્યમાં ગઈ કાલે 7,863 નવા કેસ સામે આવ્યા, જેના પછી કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 21,69,330 થઈ ગઈ. મહામારીથી 54 વધુ દર્દીઓના નિધન થઈ ગયા છે. આની સાથે જ મૃતકોની સંખ્યા 52,238 થઈ ગઈ છે.

mumbai mumbai news coronavirus covid19 bhiwandi maharashtra