Covid case Update: મુંબઇમાં સંક્રમણના 13,648 નવા કેસ, પાંચના નિધન

10 January, 2022 10:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો તેમની સંખ્યા 7 લાખ પાર થઈ ગઈ છે. હાલ 723,619 સક્રીય દર્દીઓ છે. કોરોનાને માત આપીને સ્વસ્થ થનારાનો આંકડો જોઇએ તો છેલ્લા 24 કલાકમાં 46,569 લોકો આનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોના વાયરસનો કેર સતત જળવાયેલ છે. Covid-19ના નવા કેસમાં 12.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,79,723 નવા કેસ નોંધવામાં આવ્યા છે. ફક્ત 13 દિવસમાં કોવિડના ડેઈલી કેસ 28 ગણા વધી ગયા છે. 28 ડિસેમ્બરના 6,358 કોવિડ કેસ સામે આવ્યા હતા. ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 35,707,727 થઈ ગયા છે. તો, એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો તેમની સંખ્યા 7 લાખ પાર કરી ચૂકી છે હાલ 723,619 સક્રીય દર્દીઓ છે. કોરોનાને માત આપીને સ્વસ્થ થનારાનો આંકડો જોઇએ તો છેલ્લા 24 કલાકમાં 46,569 લોકો આનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 146 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધી દેશમાં કુલ 483,936 લોકોના નિધન કોવિડ-19ને કારણે થઈ ચૂક્યા છે.

મુંબઇમાં કોરોનાના 13,648 નવા કેસ, પાંચ નિધન
ન્યૂઝ એજન્સી ભાષા પ્રમાણે, મહારાષ્ટ્રના મુંબઇમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 13,648 નવા કેસ સામે આવ્યા અને પાંચ લોકોના આ સંક્રમણને કારણે નિધન થઈ ગયા છે. નવા કેસ એક દિવસ પહેલાની તુલનામાં 30 ટકા એટલે કે 5,826 ઓછા છે. બૃહ્નમુંબઈ મહાનગર પાલિકાએ એક બુલેટિનમાં આ માહિતી આપી. મુંબઇમાં સંક્રમણના નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 9,28,220 થઈ ગયા છે અને મરણાંક 16,411 થઈ છે.

દિલ્હીમાં ટેસ્ટ કરાવનાર દરેક ચોથી વ્યક્તિ કોરોના સંક્રમિત, છેલ્લા 24 કલાકમાં 19166 નવા કેસ
દેશની રાજધાની દિલ્હીમાં રવિવારની તુલનામાં કોરોનાનાન નવા કેસની સંખ્યામાં થોડોક ઘટાડો થયો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 19,166 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે જ્યારે પૉઝિટીવિટી રેટ 25 ટકા છે. દિલ્હીમાં ટેસ્ટ કરાવનાર દરેક ચોથી વ્યક્તિ કોરોના સંક્રમિત છે. 5 મે પછી આ સૌથી વધારે પૉઝિટીવિટી રેટ છે. છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓના નિધન થયા, રવિવારે પણ દિલ્હીમાં કોરોના સંક્રમણને કારણે 17 દર્દીઓના નિધન થયા હતા.

Mumbai mumbai news maharashtra delhi news delhi national news coronavirus covid19