Maharashtra Vaccination: આરોગ્ય કર્મચારીઓ,ડૉક્ટરોને આપવામાં આવી વેક્સિન

16 January, 2021 06:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Vaccination: આરોગ્ય કર્મચારીઓ,ડૉક્ટરોને આપવામાં આવી વેક્સિન

બીઆર આંબેડકર મ્યુનસિપલ જનરલ હૉસ્પિટલમાં કોરોના વેક્સિન લેતા આરોગ્ય કર્મચારી (તસવીર: સતેજ શિંદે)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 16 જાન્યુઆરીએ સવારે 11 વાગે દેશભરમાં કોરોના વાયરસ વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજયમાં કોરોના વાયરસ વેક્સિનેશનની શરૂઆત કરી હતી.

બીકેસીમાં આવેલા પાલિકાના સેન્ટરમાં વેક્સિનેશન ડ્રાઈવ લોન્ચ કરતી વખતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, આ ક્રાંતિકારી પગલું છે. સાથે જ તેમને લોકોને અપીલ કરી હતી કે, વેક્સિન લીધા બાદ પણ કોરોનામાં રાખવામાં આવતી તકેદારી રાખવી.

પાલિકાએ 40 ઓડ યુનિટમાં નવ વેક્સિનેશન સેન્ટરમાં આજે વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત કરી હતી. લગભગ 4,000 લોકોને રસી આપવામાં આવી હોય તેવી અપેક્ષા છે. આવતીકાલે એટલે કે રવિવારે પણ સવારે 11 વાગ્યાથી વેક્સિનેશન ડ્રાઈવ શરૂ થશે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે.

2.45 PM

જેજે હૉસ્પિટલના ડીન ડૉક્ટર રણજિત માનકેશ્વરને મુંબઈમાં રસી આપવામાં આવી છે.

જ્યારે શિવસેનાના પૂર્વ આરોગ્ય પ્રધાન દીપક સાવંતને આર.એન.કૂપર હૉસ્પિટલમાં કોવિશિલ્ડ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે.

2.30 PM

મહારાષ્ટ્રના પ્રધાન આદિત્ય ઠાકરેએ ટ્વિટ કર્યું છે કે, બીકેસી રસીકરણ કેન્દ્રમાં પહેલી રસી આપવામાં આવી હોવાથી જાણે માનવ જાતિ માટે આશાની એક ક્ષણ જાગી હોય તેવું લાગી રહ્યું છે.

2.00 PM

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એસઆઇઆઇ)ના સીઈઓ અદર પૂનાવાલાએ લીધો વેક્સિનનો ડોઝ

દેશભરમાં કોરોના વાયરસ વેક્સિનેશન અભિયાન શરૂ થતા સિરમ ઈન્સ્ટિટ્યૂટના અદર પૂનાવાલાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. તેમણે કહ્યું હતું કે, ભારતે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરી દીધું છે અને આ મારા માટે ગર્વની વાત છે કે કોવિશિલ્ડ આ અભિયાનનો હિસ્સો છે. મેં પણ મારા કર્મચારીઓ સાથે રસી લીધી છે.

1.30 PM

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં બીકેસી ખાતે ડૉક્ટર મધુરા પાટીલને COVID-19 વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. આ સમયે મેયર કિશોરી પેડણેકર, પાલિકા કમિશનર આઈ.એસ.ચહલ, અન્ય અધિકારીઓ, પાલિકાના અધિકારીઓ મેડિકલ સ્ટાફ અને અન્ય મહેમાનો હાજર હતા. વેક્સિન લગાવ્યા બાદ મધુરા પાટીલે થમ્સઅપ કર્યો ષતો.

1.20 PM

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બીકેસીમાં આવેલા જંબો COVID-19 હૉસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું.

1.00 PM

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શનિવારે બાંદ્રા-કુર્લા સંકુલ (બીકેસી)ના બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) કેન્દ્રમાં રાજ્યવ્યાપી COVID-19 રસીકરણ અભિયાનની શરૂઆત કરી અને તેને એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું.


12.15 PM

COVID-19 રસીકરણ અભિયાનનો પ્રથમ તબક્કો શરૂ થતાં જ ભાજપના કાર્યકરો મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં કોરોનાવાયરસનું પુતળું દહન કરીને ઉજવણી કરવામાં આવી હતી.

12.00 PM

પાલિકામાં જાહેર આરોગ્ય કાર્યકર તરીકે કાર્યરત સ્નેહલ રાણે બીકેસીમાં આવેલા જમ્બો COVID-19 સેન્ટરમાં રસીકરણ માટે તરૂયાર છે. (તસવીર: પ્રદીપ ધિવાર)

રાજાવાડી હૉસ્પિટલના ડીન વિદ્યા ઠાકુરને રાજાવાડી વેક્સિનેશન સેન્ટરમાં પહેલી વેક્સિન આપવામાં આવી (તસવીર: સુરેશ કારકેરા)

પુણેના આંધ જિલ્લાની એક હૉસ્પિટલમાં કર્મચારીઓએ કોરોના વેક્સિનેશન ડ્રાઈવમાં ભાગ લેવા આવેલા લોકોનું સ્વાગત કરવા માટે રંગોળી બનાવી હતી.

11.45 AM

મીરારોડની વૉકહાર્ટ હૉસ્પિલટ વેક્સિનેશન ડ્રાઈવ માટે એકદમ તૈયાર છે, હૉસ્પિટલમાં પેન્ટિંગ અને રંગોળી કરીને સજાવટ કરવામાં આવી છે.

11.30 AM

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં કોરોના રસીકરણનું ઉદ્ધાટન કરી રહ્યાં છે.

11.00 AM

મુંબઇમાં 4000 હેલ્થવર્કર્સને મળશે વેક્સિન

વડાપ્રધાનની લાઇવ કોન્ફરન્સ જોઇ રહેલા રાજાવાડી હૉસ્પિટલના હેલ્થકેર વર્કર્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની COVID-19 વેક્સિનેશન ડ્રાઇવ લૉન્ચ કરી છે. પહેલા દિવસે દેશમાં લગભગ 3,00,000 લોકોને વેક્સિન અપાશે. પહેલા દિવસે મુંબઇના કૂલ 4000 હેલ્થકેર વર્કર્સને વેક્સિનનો ડૉઝ અપાશે. - તસવીર - અનુરાગ કાંબલે

10.45 AM

BKCથી શરૂ થશે ડ્રાઇવ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે રાજ્ય વ્યાપી વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરશે,  COVID-19 વેક્સિનેશન ડ્રાઇવ શનિવારે બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સેન્ટર બાન્દ્રા કુર્લા કોમ્પેલેક્સ (BKC)માંથી સવારે 11:15 શરૂ થશે. 

સિવિક બૉડી આ ડ્રાઇવની શરૂઆત ચાળીસ જેટલા યુનિટ્સથી કરશે  જે અલગ અલગ નવ વેક્સિનેશન સેન્ટરમાં છે અને આજના દિવસ દરમિયાન અંદાજે 4000 લોકોનું વેક્સિનેશન કરવાની યોજના છે. એક સિવિક અધિકારીએ જણાવ્યું કે, "ડ્રાઇવને બે શિફ્ટમાં વહેંચવામાં આવી છે અને તે 11 વાગ્યાની આસપાસ શરૂ થશે, શનિ અને રવિ બંન્ને વારે તે એમ જ શરૂ થશે અને છ વાગ્યા સુધી ચાલશે."

10.30 AM

વેક્સિનનું તાળીઓથી સ્વાગત

મુંબઇ વિલેપાર્લેની કૂપર હૉસ્પિટલમાં જ્યારે વેક્સિનની ખેપ પહોંચી ત્યારે તેનું સ્વાગત કંઇક આ રીતે થયું.

covid19 coronavirus mumbai news uddhav thackeray