પૂણે એરપોર્ટ પહોચ્યો Covishield Vaccineનો પ્રથમ જથ્થો, દિલ્હી જવા રવાના

12 January, 2021 09:30 AM IST  |  Maharashtra | Gujarati Mid-day Online Correspondent

પૂણે એરપોર્ટ પહોચ્યો Covishield Vaccineનો પ્રથમ જથ્થો, દિલ્હી જવા રવાના

તસવીર સૌજન્ય - જાગરણ

ભારત સરકારની મંજૂરી મળ્યા બાદ Covishield Vaccineને લોકો સુધી પહોંચાડવાની કામગીરીનએ જોર પકડ્યું છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટમાં ઉત્પાદિત COVID19 વેક્સિન 'કોવિશિલ્ડ'ને પૂણે એરપોર્ટથી દેશના વિવિધ સ્થળોએ 16 જાન્યુઆરીએ વેક્સિન રોલઆઉટ માટે મોકલવામાં આવી રહી છે. પૂણે એરપોર્ટથી COVID-19 વેક્સિન 'કોવિશિલ્ડ'વાળી પ્રથમ ફ્લાઈટ દિલ્હી જવા માટે રવાના થઈ ગઈ છે. જણાવી દઈએ કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાથી પૂણે ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી વેક્સિનના ત્રણ ટ્રક પહોંચી ગયા છે. આ ટ્રકોમાં આવેલી વેક્સિન આઠ ફ્લાઈટ્સ દ્વારા દેશના 13 અલગ-અલગ ભાગોમાં પહોંચાડવામાં આવશે. એસ બી લૉજિસ્ટિકના એમડી સંદીપ ભોસલેએ જણાવ્યું કે, વેક્સિનની પહેલી ફ્લાઈટ દેશની રાજધાની દિલ્હી માટે રવાના થશે.

આ વેક્સિનને મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા ભાગોમાં મોકલવાની જવાબદારી એસ બી લૉજિસ્ટિક કંપનીને સોંપવામાં આવી છે. આ કંપની પોતાના રેફ્રિજરેટરવાળા ટ્રકો દ્વારા કોરોના વેક્સિનને દેશના વિવિધ સ્થનો સુધી પહોંચાડશે. જણાવી દઈએ કે kool ex કંપની છેલ્લા દસ વર્ષોથી દવાઓ અને વેક્સિનને એક સ્થાનથી બીજા સ્થાન સુધી પહોંચાડવાનું કામ કરતી આવી છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટને સરકારથી મળ્યો 11 મિલિયન ડોઝનો ઑર્ડર

પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટને ભારત સરકારની મંજૂરી મળવાની સાથે જ 11 મિલિયન (1 કરોડ 10 લાખ) કોવિશીલ્ડ વેક્સિનનો ઑર્ડર મળ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર શરૂઆતમાં કોવિશીલ્ડ વેક્સિનની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવી છે. 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશનની શરૂઆત થઈ રહી છે. DCG તરફથી બે કોરોના વેક્સિનને તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. એમાં ઑક્સફોર્ડની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન છે.

આ વેક્સિનને ઑક્સપોર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકોએ તૈયાર કરી છે, જ્યારે પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટે તેનું ભારતમાં જ નિર્માણ કર્યું છે. આરોગ્ય મંત્રાલય કહે છે કે ફાર્મા પીએસયૂ એસએલએલ લાઈફકેર દ્વારા વેક્સિન ખરીદીશું. સરકારી ઉપયોગ માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન (એચસીક્યૂ)ની પણ ખરીદી થઈ હતી. સરકાર હવે તેની ખરીદી માટે ભારત બાયોટેક સાથેના કરાર અંગે ચર્ચા કરી રહી છે.

mumbai mumbai news maharashtra pune covid19 coronavirus new delhi