રાજ્યમાં કોવિડની સ્થિતિ ગંભીર ​: દેવેન્દ્ર ફડણવીસ

11 August, 2020 12:31 PM IST  |  Panaji | Agencies

રાજ્યમાં કોવિડની સ્થિતિ ગંભીર ​: દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ

રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્યમાં કોવિડ-19ની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને દેશમાં થયેલાં કુલ મૃત્યુમાંથી 42 ટકા મૃત્યુ મહારાષ્ટ્રમાં થયાં છે.

વિધાનસભાના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે ગોવાના મુખ્ય પ્રધાન અને તેમના સહયોગી પ્રમોદ સાવંતની મુલાકાતે ગયા હતા. અહીં પત્રકારો સાથે બોલતાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારે ટેસ્ટિંગ વધારવું પડશે તેમ જ વધુ આઇસોલેશન સુવિધો પણ ઉભી કરવી જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19 કેસની અસરકારક તપાસ માટે આરટી-પીસીઆર અને ઍન્ટિજન પરીક્ષણોના પ્રમાણમાં સુધારો કરવો આવશ્યક છે.

mumbai mumbai news maharashtra devendra fadnavis coronavirus covid19 lockdown