બજેટસત્ર પહેલાં સંસદના ૪૦૦ સ્ટાફ-મેમ્બર્સ પૉઝિટિવ

10 January, 2022 10:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં કોરોનાના કેસ વધવાના કારણે સંસદમાં સ્ટાફ-મેમ્બર્સની રૅન્ડમ કોરોના ટેસ્ટ્સ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

બજેટસત્ર પહેલાં સંસદમાં કરવામાં આવેલા રૅન્ડમ ટેસ્ટિંગમાં ૪૦૦થી વધારે સ્ટાફ-મેમ્બર્સ કોરોના પૉઝિટિવ આવ્યા છે. મોટા ભાગના કેસમાં કોઈ લક્ષણો નથી. દિલ્હીમાં કોરોનાના કેસ વધવાના કારણે સંસદમાં સ્ટાફ-મેમ્બર્સની રૅન્ડમ કોરોના ટેસ્ટ્સ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઇન્ફેક્શનને કન્ટ્રોલ કરવા માટે સંસદમાં આવનારી વ્યક્તિઓ માટે આ રીતે વધુ રૅન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ આ પહેલાં તમામ સ્ટાફ-મેમ્બર્સને કોરોનાની રસીના બંને ડોઝ લેવા માટે વિનંતી કરી હતી. લગભગ ત્રણ અઠવાડિયાં બાદ સંસદનું બજેટસત્ર શરૂ થશે. કેન્દ્રીય બજેટને પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરાય એવી શક્યતા છે. 

coronavirus covid19 national news