મુંબઈમાં નવા કેસને હાલ પૂરતી બ્રેક

01 December, 2020 07:33 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈમાં નવા કેસને હાલ પૂરતી બ્રેક

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર અને મુંબઈમાં દિવાળી બાદ કોરોનાના નવા કેસનો આંકડો સતત વધી રહ્યો હતો ત્યારે ગઈ કાલે સારા સામાચાર આવ્યા હતા. રાજ્ય અને મુંબઈ બન્નેમાં છેલ્લા કેટલાક દિવસના આંકડાની તુલનાએ નવા કેસમાં ધરખમ ઘટાડો થવાથી રાહત અનુભવાઈ છે.

રાજ્યમાં ગઈ કાલે ૩૮૩૭, તો મુંબઈમાં ૬૪૬ નવા કેસ નોંધાયા હતા, જે અગાઉના દિવસ કરતાં ૩૦ ટકા ઓછા છે. આની સાથે મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો છે. ગઈ કાલે રાજ્યભરમાં ૮૦ કોવિડ પેશન્ટનાં મૃત્યુ થયાં હતાં.

રાજ્યમાં ગઈ કાલે ૪૧૯૬ પેશન્ટ્સ સાજા થયા હતા એથી હવે રાજ્યમાં કોરોનાના કુલ પેશન્ટ્સ ૧૮,૨૩,૮૯૬ થવાની સાથે ૧૬,૮૫,૧૨૨ દરદી રિકવર થવાથી ટકાવારી ૯૨.૩૯ થઈ છે. મૃત્યુ-દર ૨.૫૯ ટકા રહ્યો છે. રાજ્યમાં અત્યારે ૯૦,૫૫૭ ઍક્ટિવ પેશન્ટ્સ છે, જેમની વિવિધ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૧,૦૮,૫૬,૩૮૪ લોકોનું ટેસ્ટિંગ થયું છે, જેમાંથી ૧૮,૨૩,૮૯૬ લોકો કોરોના-પૉઝિટિવ આવ્યા હતા. અત્યારે ૫,૩૫,૫૩૦ લોકો હોમ-ક્વૉરન્ટીન હોવાની સાથે ૬૩૫૪ પૉઝિટિવ લોકો ક્વૉરન્ટીન સેલમાં છે. મુંબઈમાં પણ દિવાળી પછી નવા પેશન્ટ્સનો આંકડો સતત ૧૦૦૦ની ઉપર રહેતો હતો ત્યારે ગઈ કાલે અહીં ૬૪૬ જેટલો નીચો રહ્યો હતો, જે રવિવારના ૯૪૦ના આંકડાથી ઘણો નીચે છે.

મુંબઈ અને રાજ્યમાં ગઈ કાલે નવા કેસમાં ધરખમ ઘટાડો થવાથી આ વાઇરસ નબળો પડી રહ્યો હોવાના શુભ સંકેત છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown maharashtra