Mumbai: સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના બહારથી જ ભક્તોએ કર્યા બાપ્પાના દર્શન

02 March, 2021 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai: સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના બહારથી જ ભક્તોએ કર્યા બાપ્પાના દર્શન

સિદ્ધિવિનાયક મંદિર

ગણેશ અંગારકી ચતુર્થી (Angarki Chaturthi)ના વિશેષ પ્રસંગે ભક્તોએ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર (Sri Siddhivinayak Ganapati Temple)ના બહારથી જ પ્રાર્થના કરીને બાપ્પાના આર્શીવાદ લીધા છે. હકીકતમાં, રાજ્યોમાં અને ખાસ કરીને મુંબઈમાં સતત વધી રેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. મંદિરમાં ફક્ત પૂર્વ બહાર પાડવામાં આવેલા ક્યૂઆર કોડ પર જ મંજૂરી આપવામાં આવી છે, જણાવી દઈએ કે આજે ભક્તોને ઑફલાઈન દર્શન કરવાની મંજૂરી નથી. જણાવી દઈએ કે સિદ્ધિવિનાયક મંદિર શહેરના પ્રભાદેવી વિસ્તારમાં આવેલું છે. કોરોના સંક્રમણના કારણે ગયા વર્ષે ઘણા મહિનાઓ સુધી મંદિર બંધ રહ્યું હતું. નવેમ્બરમાં મંદિર ફરીથી ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું હતું.

નોંધપાત્ર વાત એ છે કે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેને જોતા 1 માર્ચથી નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે, જેના કારણે દર્શન માટે આવનારા ભક્તો માટે ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ મહિનાથી ફક્ત ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવનારા ભક્તો જ બાપ્પાના દર્શન કરી શકશે. મંદિર પરિસરમાં એક કલાકમાં ફક્ત 100 ભક્તો જ જઈ શકશે. જણાવી દઈએ કે આની પહેલા દર્શન માટે રજીસ્ટ્રેશન ન કરનારા ભક્તોને ક્યૂઆર કોડ બહાર પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ જ ભક્તો મંદિરમાં પ્રવેશ કરી શકશે. પરંતુ 1 માર્ચથી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આગામી આદેશ મળવા સુધી પહેલા જ નોંધણી ન કરાવનાર ભક્તોને મંદિરમાં પ્રવેશની મંજૂરી આપવામાં નહીં આવે. દર કલાકે માત્ર 100 ભક્તો મંદિરમાં પ્રવેશ કરી શકશે. ભક્તોને સવારે 7 થી 9 વાગ્યા દરમિયાન બાપ્પાના દર્શન કરવાની છૂટ આપવામાં આવશે.

siddhivinayak temple prabhadevi mumbai mumbai news coronavirus covid19