રાજ્યમાં ઑગસ્ટમાં કોરોનાના કેસમાં સૌથી વધુ ઉછાળો

07 September, 2020 07:12 AM IST  |  Mumbai | Agency

રાજ્યમાં ઑગસ્ટમાં કોરોનાના કેસમાં સૌથી વધુ ઉછાળો

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં ઑગસ્ટ મહિનામાં કોવિડ-19ના સૌથી વધુ ૩.૭૦ લાખ કેસ નોંધાયા હોવાનું રાજ્યના આરોગ્ય ખાતાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગયા મહિને (ઑગસ્ટમાં) કોવિડ-19ના ૩,૭૬,૫૮૭ કેસ નોંધાયા હતા, જ્યારે કે જુલાઈ મહિનામાં ૨,૪૧,૮૨૦ અને જૂન મહિનામાં ૧,૦૪,૭૪૮ કેસ નોંધાયા હતા.

પહેલી ઑગસ્ટે રાજ્યમાં કોવિડ-19ના કુલ ૪,૩૧,૭૧૯ કેસ હતા, જે પહેલી સપ્ટેમ્બરે વધીને ૮,૦૮,૩૦૬ થયા હતા, જે જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં એક મહિનામાં સૌથી વધુ કેસ હોવાનું સૂચિત કરે છે.

કોવિડ-19ના કેસમાં વૃદ્ધિનું એક કારણ ટેસ્ટિંગના પ્રમાણમાં વધારો છે, એમ જણાવતાં રાજ્યના આરોગ્ય ખાતાએ કહ્યું હતું કે ગયા મહિને ૨૦,૧૬,૮૦૯ સૅમ્પલ્સનું ટેસ્ટિંગ કરાયું હતું.

પહેલી ઑગસ્ટ સુધીમાં કુલ ૨૧,૯૪,૯૪૩ ટેસ્ટ હાથ ધરાઈ હતી, જ્યારે કે પહેલી સપ્ટેમ્બર સુધીમાં આ આંકડો ૪૨,૧૧,૭૫૨ પર પહોંચ્યો હતો.

mumbai mumbai news lockdown coronavirus covid19 maharashtra