97 વર્ષના દાદાનું મનોબળ જોઈ કોવિડ-19 પણ ભાગ્યો

04 May, 2021 07:41 AM IST  |  Mumbai | Somita Pal

દ​ક્ષિણ મુંબઈના રહેવાસી ધીરજલાલ દેસાઈ કોરોના સામે જંગ લડ્યા ને એક વખતે તેમણે આશા છોડી દીધી હતી, પણ પરિવારના એકધારા મોટિવેશન, ડૉક્ટર્સના પ્રયાસો તથા પોતાના મનોબળને લીધે આજે સાજા થઈ ગયા છે

કોરોનાને હરાવીને હવે સાવ સાજા થઈ ગયેલા ધીરજલાલ દેસાઇ ખુશીના મૂડમાં.

કોરોનાએ મચાવેલા ઉત્પાતની વચ્ચે ૯૭ વર્ષની જૈફ વયના ધીરજલાલ દેસઈની આ ઘાતક બીમારીમાંથી સાજા થવાની ઘટના ઘણા લોકો માટે આશાનું કિરણ બની છે. દક્ષિણ મુંબઇના રહેવાસી ધીરજલાલ ૩૪ દિવસ સુધી હોસ્પિટલમાં કોવિડ સામે જંગ લડ્યા અને તેમાંથી ૯ દિવસ આઇસીયુમાં હતા. એપ્રિલના બીજા સપ્તાહે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

“મારા ગ્રૅન્ડફાધરનું ઉદાહરણ એવી આશા આપે છે કે જો તમારાં મનોબળ અને મનો​નિર્ધાર મક્કમ હોય તો સર્વાઇવલ અને કોવિડને હરાવવાનું ખરેખર શક્ય છે. આજે તેઓ ગીત ગાઇ રહ્યા છે. તેમને સાજા થયેલા જોઇને અમે આનંદની લાગણી અનુભવીએ છીએ,” તેમ ધીરજલાલના પૌત્ર મિતુલે જણાવ્યું હતું. ધીરજલાલના ગ્રાન્ડસન મિતુલ દેસાઇએ કહ્યું હતું કે, અમારા પરિવારના સાત સભ્ય ઑક્ટોબરમાં કોવિડ-19થી સાજા થયા હતા. જોકે માર્ચના આરંભમાં અમારો ભય સાચો પડ્યો હતો અને ધીરજલાલને શરદી સાથે તાવ આવ્યો હતો. 

જોકે ત્યાં સુધી ધીરજલાલ મિતુલને તેના અકાઉન્ટ્સ સંભાળવામાં મદદરૂપ થઈ રહ્યા હતા. 

મિતુલ વધુમાં કહે છે કે, તેમને હળવા કોવિડ સાથે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને સેપ્સિસ થઈ ગયું હતું અને અન્ય કૉમ્પ્લીકેશન્સ તો હતા. તેમને આઇસીયુમાં ફેરવવામાં આવ્યા હતા. તેમણે જીવવાની આશા જ છોડી દીધી હતી પરંતુ અમે તેમને રોજના ફોન કૉલ્સથી તેમને મૉટિવેટ કરવાનું શરૂ કર્યું હતું. 

“ધીરજલાલની દૈનિક કેલેરી ઇન્ટેક જાળવી રાખવા માટે સ્ટાફ તેમને જમાડતો હતો. સાથે જ તેમને સતત પથારીમાં રહેવાથી ચાઠાં ન પડી જાય, તેનું પણ સ્ટાફે ધ્યાન રાખ્યું હતું,” તેમ ધીરજલાલ જેમની દેખરેખ હેઠળ દાખલ થયા હતા, તે કન્સલ્ટિંગ ફિઝિશ્યન ડો. પ્રતિત સમધાનીએ જણાવ્યું હતું. 

ડો. સમધાનીએ જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ સપ્તાહમાં તેમણે ૯૦ વર્ષ કરતાં મોટી વયના ઓછામાં ઓછા ત્રણ દર્દીઓને કોરોનામાંથી સાજા થતા જોયા છે.

મારા ગ્રૅન્ડફાધરનું ઉદાહરણ એવી આશા આપે છે કે જો તમારાં મનોબળ અને મનોનિર્ધાર મક્કમ હોય તો સર્વાઇવલ અને કોવિડને હરાવવાનું ખરેખર શક્ય છે. આજે તેઓ ગીત ગાઈ રહ્યા છે. તેમને સાજા થયેલા જોઈને અમે આનંદની લાગણી અનુભવીએ છીએ.
મીતુલ દેસાઈ

પરિવારથી દૂર હતા ત્યારે ધીરજલાલનો વિશ્વાસ ઘણો જ ઓછો હતો. અમારે તેમને ઘણા જ મોટિવેટ કરવા પડ્યા હતા. આજે હવે તેઓ સસ્મિત ઘેર ગયા તેનો મને ઘણો જ આનંદ છે. 
ડૉ. પ્રતીત સમધાની, કન્સલ્ટિંગ ફિઝિશ્યન

mumbai mumbai news covid19 coronavirus south mumbai brihanmumbai municipal corporation