Covid 19: જેનો અગ્નિ સંસ્કાર કર્યો એ તો જીવતા નિકળ્યા, તો મૃતદેહ કોનો?

08 July, 2020 01:21 PM IST  |  Mumbai | Diwakar Sharma, Sameer Markande

Covid 19: જેનો અગ્નિ સંસ્કાર કર્યો એ તો જીવતા નિકળ્યા, તો મૃતદેહ કોનો?

ભાલચંદ્ર ગાયકવાડનું શરીર સોનવણેના પરિવારને સોંપાયું હતું

થાણેના કાલવામાં આવેલી ગ્લોબલ ઇમ્પેક્ટ હબ હૉસ્પિટલના રેઢિયાળ ખાતાને કારણે બે પરિવાર માટે બહુ જ મુશ્કેલ પરિસ્થિતિ આવી ગઇ.  હૉસ્પિટલે પીઇઇ સુટમાં વિંટળેયલું શરીર એક કુટુંબને આપીને કહ્યું કે આ તેમા સંબધી જનાર્દન સોનવણે છે અને 67 વર્ષની આ વ્યક્તિનું મૃત્યુ થયું છે. જો કે થોડા દિવસ પછી કુટુંબને સમાચાર મળ્યા કે સોનવણે તો જીવે છે અને તેમણે જેનો અંતિમ સંસ્કાર કર્યો તે વ્યક્તિ 71 વર્ષનાં ભાલચંદ્ર ગાયકવાડ છે.

સોનાવણેનાં દિકરા સંદીપને 3જી જુલાઇએ હૉસ્પિટલમાંથી મૃત્યુની ખબર આપતો ફોન આવ્યો અને તેઓ તરત જ હૉસ્પિટલ પહોંચ્યા અને પીઇઇ સુટમાં વિંટળાયેલ શરીર લઇનેતેઓ અગ્નિ સંસ્કાર માટે તેમને ગૈમુખ લઇ ગયા અને આખુ કુટુંબ એક એવી ખોટ માટે દુઃખી હતું જે તેમણે વેઠી જ નહોતી.

સંદીપે મિડ-ડેને જણાવ્યું કે, મને છઠ્ઠી જૂલાઇએ સાંજે ફોન આવ્ય અને હૉસ્પિટલે કહ્યું કે મારા પિતા જીવતા છે. મને લાગ્યું કે મારી સાથે કોઇ મજાક કરે છે અને મેં ફોન કાપી નાખ્યો પણ મને ફરી ફોન આવ્યો અને હૉસ્પિટલ બોલાવાયો. મેં કહી દીધું કે હું આવતીકાલે આવીશ અને સાતમી જુલાઇએ મને કપુરબાવડી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો અને તેમણે મને એજ વસ્તુ કીધી. મને બહુ આઘાત લાગ્યો અને મને તો કલ્પના જ નહોતી કે આવું કંઇ થશે.

હૉસ્પિટલમાં સંદીપે તેના પિતાને ICUમાં જોયા અને તેઓ આનંદ મિશ્રીત આઘાતમાં હતા. સંદીપ પાસે હૉસ્પિટલે કોઇ પેપર્સ પર સહીં કરવી જેની પર અંગ્રેજીમાં કઇ લખેલું હતું. બીજી તરફ ગાયકવાડનાં દિકરા રવિન્દ્ર સાળવીએ મિડ-ડેને જણાવ્યું કે હૉસ્પિટલ આ આખી વાત દબાવવાની કોશીશ કરી રહી છે.

તેમણે કહ્યું કે, મારા પિતા ભાલચંદ્ર ગાયકવાડને 29મી જૂને હૉસ્પિટલમાં દાખલ કર્યા અને રાતે દસ વાગ્યે અમને જણાવ્યું કે તેમને કોરોના પૉઝિટીવ આવ્યો છે અને તે 3જી જુલાઇએ ગુજરી ગયા. હૉસ્પિટલનું કહેવું છે કે તે દિવસે ચાર જણા ગુજરી ગયા હતા અને તેમણે મારા પિતાનું શરીર કોઇ બીજાને સોંપી દીધું જેમણે અંતિમ સંસ્કાર પણ કર્યા. આ કેટલું રેઢિયાળ અને શરમજનક છે.

હૉસ્પિટલ ઇન ચાર્જે ડૉ. યોગેશ શર્માએ કહ્યું કે, અમે કપુરબાવડી પોલીસ સ્ટેશનમાં મિસિંગ પર્સનની ફરિયાદ નોંધાવી છે અને તપાસ ચાલુ છે. વળી સ્ટાફ મેમ્બર્સની પુછપરછ પણ ચાલુ છે કે ખબર પડે કે અંતે આવું થયું શા માટે?

સુત્રોના જણાવ્યા અનુસાર હૉસ્પિટલ માત્ર ત્રીસ ટકા સ્ટાફ સાથે કામ કરી રહી છે અને હૉસ્પિટલમાં કામ કરનાર દરેક જણ બહુ જ તાણમાં છે. એવું બની શકે છે કે સગાં ઓળખીને મૃતદેહ સોંપવામાં ભૂલ થઇ હોય. હાલમાં હૉસ્પિટલમાં Covid-19નાં 640 દર્દીઓદાખલ છે. સુત્રો અનુસાર ગાયકવાડનાં સગાં તેમને શોધી રહ્યા હતા અને તે મળતા નહોતા એટલે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

covid19 coronavirus thane mumbai news