પરવાનગી વગર જ મુંબઈમાં બૂસ્ટર ડોઝ લેવાનું શરૂ થયું

18 September, 2021 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુધરાઈના એક અધિકારીએ હેલ્થ વર્કરોને અપીલ કરતાં કહ્યું હતું કે જો તેઓ આવું કરતા હોય તો એ ન કરવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમી દેશોમાં બૂસ્ટર ડોઝને પરવાનગી આપી દેવામાં આવી છે અને લોકોએ એ લેવાનું પણ શરૂ કરી દીધું છે, પણ ભારતમાં એને હજી પરવાનગી નથી મળી. આમ છતાં મુંબઈની વિવિધ હૉસ્પિટલોમાં હેલ્થવર્કરોએ ત્રીજો ડોઝ લીધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હૉસ્પિટલનાં સૂત્રોના મતે બૂસ્ટર ડોઝ માટે કોવિશીલ્ડ શ્રેષ્ઠ પસંદગી છે. વૅક્સિનની એક વાયલમાંથી દસ ડોઝ કાઢ્યા બાદ અગિયારમો ડોઝ અથવા તો ઘણી વાર વૅક્સિનની એક વાયલમાં દિવસના અંતે બાકી રહેલા ડોઝમાંથી હેલ્થવર્કરો બૂસ્ટર ડોઝ લેતા હોવાનું બહાર આવ્યું છે.

જોકે હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલી વ્યક્તિએ આની સામે લાલ બત્તી ધરતાં કહ્યું હતું કે ‘આ સમજ્યા વગરનો ઉત્સાહ છે જેને લીધે અમુક કેસોમાં જીવલેણ પરિણામ પણ આવી શકે છે. હજી આપણને એ વાતની ખબર નથી કે ત્રીજા ડોઝનું રીઍક્શન આવે છે કે નહીં અને આવે પણ છે તો એ કેવું હોય છે. આવું દુર્સાહસ કોઈએ પણ ન કરવું જોઈએ.’

સુધરાઈના એક અધિકારીએ હેલ્થ વર્કરોને અપીલ કરતાં કહ્યું હતું કે જો તેઓ આવું કરતા હોય તો એ ન કરવું જોઈએ.

mumbai mumbai news coronavirus covid19 covid vaccine vaccination drive