કોર્ટે સંજય રાઉતને મોકલ્યા જ્યુડિશિયલ કસ્ટડીમાં: આ દિવસ સુધી રહેવું પડશે જેલમાં

08 August, 2022 01:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જામીનની માગણી કોર્ટે ફગાવી

ફાઇલ તસવીર

પાત્રા ચાલ કેસમાં EDની કસ્ટડીમાં રહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતને (Sanjay Raut) હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. સંજય રાઉતની 31 જુલાઈના રોજ ઈડી દ્વારા આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી જ રાઉત EDની કસ્ટડીમાં હતા. આજે તેમની કસ્ટડી પૂરી થતાં તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ૨૨ ઑગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે.

રાઉતની જેમ તેમની પત્ની વર્ષા રાઉત પણ EDની તપાસમાં ફસાયેલી છે. દરમિયાન સંજય રાઉતના વકીલોએ આજે ​​ફરી જામીનની માગણી કરી હતી. છેલ્લી વખતે, EDએ રાઉતની કસ્ટડી વધારવા માટે કહ્યું હતું કારણ કે તેઓ સંજય રાઉતની પત્નીના ખાતા દ્વારા થયેલા વ્યવહારોની તપાસ કરવા માગતા હતા.

mumbai mumbai news ed directorate of enforcement sanjay raut