Coronavirus: મહારાષ્ટ્રના પૂણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ અને કૉલેજ બંધ

28 February, 2021 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus: મહારાષ્ટ્રના પૂણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ અને કૉલેજ બંધ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં પૂણેના મેયર મુરલીધર મોહોલે રવિવારે જણાવ્યું કે કોરોનાના વધતા કેસના લીધે સ્કૂલ, કૉલેજ, કોચિંગ ક્લાસિસ 14 માર્ચ સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન જાહેર પ્રવૃતિઓ પણ કરવામાં આવશે નહીં. પૂણે શહેરમાં લાદવામાં આવેલા પ્રતિબંધોને 14 માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યા છે. તેમ જ નાગપુરમાં કોરોના વાઈરસના વધતા કેસોને કારણે વીકેન્ડમાં બજાર બંધ છે. અમરાવતી જિલ્લામાં લૉકડાઉનને હજી એક અઠવાડિયા માટે વધારી દેવામાં આવ્યું છે. અમરાવતી અને અચલપુર તેમ જ આસપાસના વિસ્તારોમાં 8 માર્ચ સુધી લૉકડાઉન લાગુ રહેશે. તેમ જ નાગપુર, બુલઢાણા અને યવતમાલમાં સપ્તાહના અંતમાં ફરીથી પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યમાં નવા કેસોમાં કોઈ કમી નજર નથી આવી રહી. શનિવારે રાજ્યમાં કોરોનાના 8623 નવા કેસ નોંધાયા હતા અને 51 લોકોનાં મોત નીપજ્યાં હતા. અત્યાર સુધી રાજ્યમાં 21.46 લાખ કોરોના વાઈરસથી સંક્રમિત મળી આવ્યા છે અને 52092 લોકોના કોરોના વાઈરસના સંક્રમણથી મોત નીપજ્યાં છે.

નોંધપાત્ર વાત છે કે દેશમાં કોરોના સંક્રમણમાં વધારો કાયમ છે. સતત ત્રીજા દિવસે શનિવારે 16 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. સો કરતા વધારે લોકોનું મોત પણ થયું છે. સાજા થનારા દર્દીઓનું તુલનામાં વધારે નવા કેસ મળવાથી સક્રિય કેસ પણ વધવા લાગ્યા. એક દિવસમાં સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય તરફથી સવારે આઠ વાગ્યે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 16,488 નવા કેસ મળ્યા છે. આની પહેલા શુક્રવારે 16,577 અને ગુરૂવારે 16,738 નવા કેસ સામે આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન 12,771 દર્દીઓ સાજા થયા અને 113 લોકોનું મોત નીપજ્યું હતું. આ સાથે જ કુલ સંક્રમિતોનો આંકડો વધીને એક કરોડ 10 લાખ 79 હજાર થઈ ગયા છે. એમાંથી એક કરોડ સાત લાખ 63 હજારથી વધારે દર્દી સ્વસ્થ થયા છે અને 1,56,938 લોકોએ જીવ ગુમાવ્યો છે. દર્દીઓની વસૂલાત દર 97.14 ટકા અને મૃત્યુદર 1.42 ટકા છે. મંત્રાલયે જણાવ્યું કે લક્ષદ્વીપમાં કોરોના વાઈરસના ચાલતે પહેલી મોત થઈ છે. નવા કેસના વધવાથી સક્રિમય કેસ વધી રહ્યા છે. વર્તમાનમાં સક્રિય કેસ 1,59,590 છે, જે કુલ સંક્રમિતોના 1.44 ટકા છે. એક અઠવાડિયા પહેલા સક્રિય કેસની સંખ્યા 1.30 લાખ નજીક હતા.

mumbai mumbai news maharashtra coronavirus covid19 lockdow