મુંબઈમાં 2.70 ટકા પૉઝિટિવિટી રેટ સાથે નવા 788 કેસ સામે 511 દરદી રિકવર થયા

10 June, 2021 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શહેરમાં ગઈ કાલે ૨૯,૦૮૨ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી ૨.૭૦ ટકાના દરે ૭૮૮ ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

શહેરમાં ગઈ કાલે ૨૯,૦૮૨ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી ૨.૭૦ ટકાના દરે ૭૮૮ ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે ૨૭ દરદીએ દમ તોડ્યો હતો. એમાં ૫ દરદી ૪૦ વર્ષથી નાની ઉંમરના, ૮ દરદી ૪૦થી ૬૦ વર્ષની વચ્ચેના અને ૧૪ દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૫,૧૦૦ થયો છે. ગઈ કાલના ૫૧૧ દરદી મળીને અત્યાર સુધી મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૧૩,૭૯૦ કેસમાંથી ૬,૮૦,૫૨૦ દરદી રિકવર થયા છે. કુલ નોંધાયેલા દરદીમાંથી રિકવરીની ૯૫ ટકા યથાવત્‌ રહી છે. ગઈ કાલે લાંબા સમય પછી નવા કેસની સામે રિકવરી ઓછી થવાથી શહેરમાં ઍક્ટિવ કેસનો આંકડો સહેજ વધીને ૧૫,૯૪૭ થયો હતો. કેસ ડબલિંગનો દર વધીને ૫૫૩ દિવસ થયો છે. ઍક્ટિવ સ્લમ અને બેઠી ચાલની સંખ્યા ૨૮ થઈ છે એની સામે પાંચથી વધુ કેસ નોંધાતાં સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૬૨ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૨૩૦ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૮૪૦ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા. 

mumbai mumbai news coronavirus covid19 maharashtra