વા... વા... વાઇરસ મુંબઈમાં?

11 March, 2020 09:31 AM IST  |  Mumbai | Arita Sarkar

વા... વા... વાઇરસ મુંબઈમાં?

કસ્તુરબા હૉસ્પિટલ

ભયાનક બની ગયેલો કોરોના વાઇરસ (સીઓવાયઆઇડી-૧૯) મહારાષ્ટ્રમાં પણ પહોંચી ગયો છે. હાલમાં જ ૪૦ જણના ગ્રુપ સાથે દુબઈ ફરવા ગયેલા પુણેના દંપતીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યા બાદ બન્નેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ એ જ ગ્રુપના મુંબઈના ૬ જણને કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પુણેના ડિવિઝનલ કમિશનર દીપક મ્હેસ્કરે બહાર પાડેલા નિવેદનમાં કહ્યું હતું કે એક ગ્રુપ દુબઈનો પ્રવાસ કરીને પહેલી માર્ચે મુંબઈ પાછું ફર્યું હતું. મ્હેસ્કરે કહ્યું હતું કે આમાંના એક દંપતીને કોરોના વાઇરસનું લક્ષણ થયું છે એવું ૮મી માર્ચે જણાયું હતું. તેઓને તાબડતોબ નાયડુ હૉસ્પિટલના સંસર્ગનિષેધ વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓના પરીક્ષણ બાદ વાઇરસ પૉઝિટિવ હોવાનું જણાયું હતું.

આ પણ વાંચો : કોરોનાના કેસ વધતાં કંપનીએ આપી સૂચના: ઘરેથી જ કામ કરો

બન્નેને ત્યાર બાદ ટૅક્સીમાં મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલમાં બન્નેની સ્થિતિ સ્થિર છે. જોકે દંપતીને પૉઝિટિવ લક્ષણ જણાયા બાદ સુધરાઈ સમિતિ ઍરપોર્ટ ઑથોરિટી પાસે ગઈ હતી અને જે ગ્રુપ દુબઈથી આવ્યું હતું તેમાંના પ્રવાસીઓ મુંબઈમાં ક્યાં રહે છે એની માહિતી મેળવી હતી. દુબઈથી પ્રવાસ કરીને આવેલા ૬ જણને ગઈ કાલે સાંજે કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓનાં ટેસ્ટિંગ બુધવારે મુંબઈની લૅબોરેટરીમાં કરવામાં આવશે એવું હેલ્થ અધિકારી પદ્મજા કેસકરે જણાવ્યું હતું.

ભય પ્રસર્યો

કસ્તુરબા હૉસ્પિટલમાં ઊભા કરવામાં આવેલા આઇસોલેશન વિભાગમાં દરદીઓને રાખવામાં આવશે અને અમે ૨૮ બેડને વધારીને ૬૦ કરી નાખ્યા છે. જો વધુ બેડની જરૂરિયાત જણાશે તો અમે ઇન્ટર્નલ ગોઠવણ કરીશું અને બેડની ક્ષમતા ૧૦૦ સુધીની કરીશું.’
- સુરેશ કાકાની (ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર)

arita sarkar mumbai mumbai news coronavirus nashik