Coronavirus Scare: ધારાવીમાં ડૉક્ટર Covid-19 પૉઝિટીવ, BMCની ચિંતા વધી

03 April, 2020 06:36 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Scare: ધારાવીમાં ડૉક્ટર Covid-19 પૉઝિટીવ, BMCની ચિંતા વધી

પ્રતિકાત્મક તસવીર

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં બે કેસ તો થઇ ચૂક્યા છે પણ તાજા સમાચાર અનુસાર ધારાવીમાં હવે ડૉક્ટરને પણ કોરોનો ચેપ લાગ્યો છે. 35 વર્ષનાં ડૉક્ટરનો કોનોનાનો ટેસ્ટ પૉઝિટવી આવતા લોકોમાં ફફડાટ પેઠો છે. ધારાવીમાં વસ્તી ગીચ છે, જાજરૂ વગેરેની પુરતી સવલતો પણ નથી હોતી તેવામાં જો ત્યાં કોરોના પ્રસર્યો તો પછી કેટલા લોકોની સારવાર થઇ શકશે કે ત્યાં સુધી કોઇપણ પ્રકારની મદદ પહોંચાડી તેનો અમલ કેવી રીતે કરી શકાશે તે નક્કી કરવું પણ મુશ્કેલ થઇ જશે.

ધારાવીમાં એક સંક્રમિત વ્યક્તિનું મોત થઇ ચૂક્યું છે પણ ડૉક્ટરને ચેપ લાગ્યાની સમચારથી BMCમાં ફફડાટ પેઠો છે. ડૉક્ટર વૉકહાર્ટ હૉસ્પિટલમાં સર્જન છે. હાલમાં ડૉક્ટરનાં સંપર્કમાં આવેલા લોકોને શોધવાની માથાકૂટ ચાલી રહી છે. ડૉક્ટરની કોઇપણ ઇન્ટરનેશનલ ટ્રાવેલની હિસ્ટ્રી નથી, હાલમાં તેમને રાહેજામાં દાખલ કરાયા છે.

covid19 coronavirus dharavi mumbai mumbai news brihanmumbai municipal corporation