ટ્રકમાં સંતાઈને ઉત્તર પ્રદેશ જતા 40 મજૂરો નાશિકમાં ઝડપાયા

28 March, 2020 11:05 AM IST  |  Mumbai | Agencies

ટ્રકમાં સંતાઈને ઉત્તર પ્રદેશ જતા 40 મજૂરો નાશિકમાં ઝડપાયા

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના રોગચાળાને કારણે લૉકડાઉનના માહોલમાં ટ્રકમાં છુપાઈને મુંબઈ છોડીને ઉત્તર પ્રદેશ તરફ નાસી જતા ૪૦ મજૂરોને થાણે પોલીસે નાશિકમાં ઝડપી લીધા હતા. પોલીસે એમને એ જ વાહનમાં મુંબઈ પાછા ફરવાનો હુકમ કર્યો હતો. કોરોના વાઇરસના ભયથી નાસી જતા મજૂરો વળતા પ્રવાસમાં થાણેના આનંદનગર ચેક-પોસ્ટ પર પહોંચ્યા ત્યારે પોલીસે એમની સામે ઇન્ડિયન પીનલ કોડ(આઇપીસી)ની કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધ્યો હતો.

થાણેના કોપરી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર (ક્રાઇમ) ડી. ગાવડેએ જણાવ્યું હતું કે મુંબઈથી બહાર જતી વખતે ડ્રાઇવરે એની ટ્રકમાં શાકભાજી હોવાનું કહ્યું હતું, પરંતુ નાશિકમાં પોલીસને ટ્રકની અંદર ૪૦ મજૂરો છુપાયા હોવાનું જણાયું હતું. સ્થાનિક પોલીસે એ બધાને મુંબઈ પાછા જવાનો હુકમ કર્યો હતો. ડરી ગયેલા ડ્રાઇવરે ટ્રક પાછી મુંબઈની દિશામાં હંકારી મૂકી હતી. એ ટ્રક થાણેની આનંદનગર ચેક-પોસ્ટ પર પહોંચી ત્યારે પોલીસને એમાં ૪૦ શ્રમિકો છુપાયેલા જોવા મળ્યા હતા.

thane mumbai mumbai news nashik coronavirus