કોરોનાવાઇરસને લીધે સંજય ગાંધી નૅશનલ પાર્ક પ્રવાસીઓ માટે બંધ

17 March, 2020 12:06 PM IST  |  Mumbai | Ranjeet Jadhav

કોરોનાવાઇરસને લીધે સંજય ગાંધી નૅશનલ પાર્ક પ્રવાસીઓ માટે બંધ

કર્નાલા પક્ષી અભયારણ્ય

વસઇમાં આવેલી તુંગેશ્વર વાઇલ્ડલાઇફ સેન્ક્ચ્યુઅરી અને સંજય ગાંધી નેશનલ પાર્ક (એસજીએન)ની વિશાળ સંખ્યામાં લોકો મુલાકાત લઇ શકે છે, તે શક્યતાને ધ્યાનમાં રાખીને પાર્કના સત્તાધીશોએ કોરોનાવાઇરસને ફેલાતો અટકાવવા માટે આજથી પાર્કને મુલાકાતીઓ માટે બંધ કર્યો છે. આ ઉપરાંત શાહપુરની તાન્સા વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુઅરી, પનવેલ નજીકની કર્નાલા બર્ડ સેન્ક્ચ્યુઅરી અને થાણે ક્રીક ફ્લેમિંગ સેન્ક્ચ્યુઅરી પણ બંધ કરવામાં આવે તેવી શક્યતા છે. પાર્કના ડિરેક્ટર તથા ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અનવર અહેમદે જણાવ્યું હતું કે, “કોવિડ-19 મહામારીને પગલે એસજીએનપી 31મી માર્ચ સુધી તમામ લોકો માટે (મોર્નિંગ વોક કરનારા લોકો અને રોજિંદા મુલાકાતીઓ સહિત) બંધ રહેશે.” પાર્કની કાન્હેરી ગુફાઓ પણ બંધ રહેશે.

આ પણ વાંચો : કોરોનાનો કહેર: વાયરસને લીધે મુંબઈમાં પહેલી વ્યક્તિનું મૃત્યુ

થિયેટરો, મોલ, જીમ અને સ્વિમિંગ પૂલ્સ બંધ છે, ત્યારે પાર્કના સત્તાધીશોને લાગ્યું હતું કે, વધુને વધુ લોકો એસજીએનપીની મુલાકાત લેશે અને આ ભીડ અટકાવવા માટે તેમણે તેને બંધ કરવાનું નક્કી કર્યું હતું. એસજીએનપી ખાતે નેચર ઇન્ટરપ્રિટેશન સેન્ટર દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમો 31મી માર્ચ સુધી સ્થગિત કરી દેવાયા છે. રોજ 3,000 કરતાં વધુ લોકો એસજીએનપીની મુલાકાત લે છે અને વીકેન્ડ દરમિયાન સંખ્યા વધી જાય છે.

mumbai mumbai news sanjay gandhi national park wildlife ranjeet jadhav