મુંબઈ: ટોટલ શટડાઉનની તૈયારી વચ્ચે શું રહેશે ખુલ્લું અને શું રહેશે બંધ?

21 March, 2020 07:45 AM IST  |  Mumbai | Dharmendra Jore

મુંબઈ: ટોટલ શટડાઉનની તૈયારી વચ્ચે શું રહેશે ખુલ્લું અને શું રહેશે બંધ?

જૂહુ બીચ

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ મહાનગર પ્રદેશ - એમએમઆર, પુણે, પિંપરી-ચિંચવડ અને નાગપુર જેવાં શહેરોમાં કોરોના વાઇરસનો ચેપ ફેલાતો રોકવા માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. ગઈ કાલે રાજ્યના મર્યાદિત ભાગોમાં ૩૧ માર્ચ સુધી કારખાનાં, દુકાનો અને ઑફિસો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આના પરથી એવું લાગે છે રાજ્યમાં ધીમે પગલે ટૉટલ શટડાઉનની તૈયારીઓ થઈ રહી છે.

શું ખુલ્લું?

- આવશ્યક સેવાઓ ઉપલબ્ધ કરાવનાર
- પીવાના પાણીની વ્યવસ્થા
- રિઝર્વ બૅન્ક સહિત તમામ બૅન્કો
- ટેલિફોન અને ઇન્ટરનેટ સર્વિસ
- રેલવે અને ટ્રાન્સપોર્ટેશન
- ખાદ્ય પદાર્થો, શાકભાજી અને કરિયાણાની દુકાનો
- હૉસ્પિટલો, મેડિકલ સેન્ટર્સ અને મેડિકલ સ્ટોર્સ
- ઇલેક્ટ્રિસિટી, પેટ્રોલ‌િયમ, ઑઇલ, એનર્જી
- મીડિયા

શું બંધ રહેશે?

કસ્તુરબા હૉસ્પિટલ, કેઈએમ હૉસ્પિટલ અને સેવન હિલ્સ હૉસ્પિટલો ખાતેના મુંબઈ મહાનગરપાલિકાનાં આઇસોલેશન સેન્ટર્સ અને ક્વૉરેન્ટીન સેન્ટર્સની આસપાસના રસ્તાઓ

શાળાઓ, કૉલેજો, સિનેમા હૉલ્સ, સ્વિમિંગ-પૂલ્સ, જિમ્નેશ્યમ્સ, મૉલ્સ, મિલ કમ્પાઉન્ડ્સ, સ્પા સેન્ટર્સ, ક્લબ્સ, પબ્સ, ડિસ્કેથેક્સ, સંજય ગાંધી નૅશનલ પાર્ક, અમ્યુઝમેન્ટ પાર્ક

દરિયાકિનારા અને સાર્વજનિક સ્થળોની સહેલગાહ

પ્રાઇવેટ અને પબ્લિક કંપનીઓ સહિત આવશ્યક સેવાઓ આપતી ન હોય એવી ઑફિસો

કૉર્પોરેટ્સ અને એસ્ટૅબ્લિશમેન્ટ્સ ૫૦ ટકા સ્ટાફ સાથે કામ કરશે.

mumbai mumbai news dharmendra jore brihanmumbai electricity supply and transport western railway mumbai traffic chhatrapati shivaji terminus maharashtra