કોરોનાના ફેલાવાને રોકવા માટે Red, Orange, Green ઝૉન બનાવાશે: રાજેશ ટોપે

11 April, 2020 09:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાના ફેલાવાને રોકવા માટે Red, Orange, Green ઝૉન બનાવાશે: રાજેશ ટોપે

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે

કોરોના વાયરસ (COVID-19) થયો હોય તેવા દર્દી, કોરોના જેવા લક્ષણો હોય તેવા દર્દી અને કોરોનાના લક્ષણો ન હોય તેવા દર્દીઓની સારવાર માટે અલગ અલગ ઝૉન બનાવાવમાં આવશે તેવું આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જાહેર કર્યું છે. કોરોનાનો ફેલાવો રોકવા માટે દર્દીઓ પ્રમાણે Red, Orange અને Green ઝૉન બનાવવામાં આવશે તેવું ટોપેએ સ્પષ્ટ કર્યું છે. આવતીકાલે કેન્દ્ર સરકારનો આદેશ આવ્યા બાદ આ ઝૉન તૈયાર કરવામાં આવશે.

રાજ્યમાં લૉકડાઉન વધારવાની ઘોષણા કરતી વખતે મુખ્યપ્રધાને ઓછામાં ઓછું 30 એપ્રિલ સુધી લૉકડાઉન કરવામાં આવે છે એ બાબત પર ભાર મુક્યો હતો. એટલે જો હવે નિયમ અને શિસ્તનું પાલન નહીં કરે તો 30 એપ્રિલ પછી પણ લૉકડાઉન વધારવામાં આવશે તેવું રાજેશ ટોપેએ સ્પષ્ટ કર્યું છે.

કોરોનાની સારવાર માટે હવે ત્રણ પ્રકારની હૉસ્પિટલો હશે. COVID કૅર સેન્ટરમાં કોરોનાના લક્ષણો નહીં હોય તેવા દર્દીઓ, COVID હેલ્થ સેન્ટરમાં કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ અને COVID હૉસ્પિટલમાં જેનામાં કોરોનાના તીવ્ર લક્ષણો હશે તેવા દર્દીઓની સારવાર કરવામાં આવશે. સેવન હિલ્સ જેવી મોટી હૉસ્પિટલમાં ત્રણેય પ્રકારના દર્દીઓની સારવાર થશે, તેવી માહિતિ ટોપેએ આપી હતી.

વડા પ્રધાન સાથે થયેલી વિડિયો કોન્ફરન્સિંગમાં ત્રણ ઝૉનનો વિચાર આવ્યો હતો અને હવે આ બાબતે કેન્દ્ર સરકાર નિર્ણય લઈ રહી છે. 15 કરતા વધુ દર્દીઓ હોય તેવા જીલ્લાઓ Red ઝૉનમાં, 1 થી 15 દર્દી હોય તેવા જીલ્લાઓ Orange ઝૉનમાં અને કોરોનાના એક પણ દર્દી નહીં હોય તેવા જીલ્લા Green ઝૉનમાં હશે. Green ઝૉન માટે અલગ નિયમો હશે, તેમ ટોપે કહ્યું હતું.

coronavirus covid19 maharashtra mumbai