મુંબઈ: ઓશીવરા પોલીસ સ્ટેશનના 12 પોલીસ-કર્મચારીઓ કોરોનાગ્રસ્ત

24 May, 2020 07:39 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: ઓશીવરા પોલીસ સ્ટેશનના 12 પોલીસ-કર્મચારીઓ કોરોનાગ્રસ્ત

પ્રતીકાત્મક તસવીર

શુક્રવારે ઓશીવરા પોલીસ સ્ટેશનના ૧૨ પોલીસ-કર્મચારીઓને કોરોના પૉઝિટિવ આવ્યું હોવાથી મુંબઈ પોલીસ વિભાગમાં કુલ આંકડો ૭૬૨ પહોંચ્યો હતો. તમામ પોલીસ-કર્મચારીઓ કે જેમને પૉઝિટિવ આવ્યું છે તેમને ક્વૉરન્ટીન સેન્ટરોમાં મોકલવામાં આવ્યા હતા સાથે જેઓની હાલતમાં સુધાર છે તેઓને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા. દરમિયાન તેમના પરિવારજનોને પણ વાઇરસની ટેસ્ટ કરવામાં આવી હતી.

અસિસ્ટન્ટ પોલીસ કમિશનર સુનીલ બોન્ડેએ જણાવ્યું હતું કે ‘પૉઝિટિવ આવેલા ૧૨ પોલીસ-કર્મચારીઓ સિવાય ૧૪ અન્ય લોકોને પણ હોમ ક્વૉરન્ટીનમાં મૂકવામાં આવ્યા હતા જેઓ કોરોનાથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા હતા. કોરોના પૉઝિટિવ આવેલામાં ચાર મોટા અધિકારીઓ અને આઠ કૉન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

ચેપગ્રસ્ત તમામની વિવિધ ક્વૉરન્ટીન સેન્ટર ખાતે સારવાર ચાલી રહી છે. ઓશીવરા પોલીસ સ્ટેશનના ડિક્ટેક્શન અધિકારી સાથે આ પોલીસ-કર્મચારીઓને કન્ટેન્ટ ઝોનમાં તહેનાત કરવામાં આવ્યા હતા. ભીડ વ્યવસ્થાપન અને પૅટ્રોલિંગ ટીમને તે સ્થળોએ પણ તહેનાત કરવામાં આવી હતી જ્યાં અટવાયેલા પરપ્રાંતીય મજૂરોને બસોમાં મોકલવામાં આવતા હતા અને પાછા ફરવાની પ્રક્રિયામાં મદદ કરવામાં આવતી હતી. આ વિશે સરકારી હૉસ્પિટલોની ટીમને પણ જાણ કરવામાં આવી છે. આ બનાવ વિશે કૉન્ટૅક્ટ ટ્રેસિંગના પ્રયાસ ચાલુ છે.

mumbai police mumbai mumbai news oshiwara coronavirus covid19