પંઢરપુર મંદિર ખોલવાની માગણી કરવામાં આવી

01 September, 2020 11:37 AM IST  |  Pune | Agencies

પંઢરપુર મંદિર ખોલવાની માગણી કરવામાં આવી

પંઢરપુર મંદિર

ઘણા વારકરી તથા વંચિત બહુજન આઘાડીના સભ્યોએ સોમવારે દેખાવો કરીને મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં આવેલા ભગવાન વિઠ્ઠલના પ્રખ્યાત મંદિરને પુનઃ ખુલ્લું મૂકવાની માગણી કરી હતી.

કોરોના વાઇરસના કારણે બંધ કરવામાં આવેલા મંદિર નજીક દેખાવકારો એકત્રિત થયા હતા અને મંદિર ભાવિક ભક્તો માટે ખુલ્લું કરવાની માગણી કરી હતી.

પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળ વંચિત બહુજન આઘાડી (વીબીએ)એ ભગવાન વિઠ્ઠલના ભક્તોના જૂથ – વિશ્વ વારકરી સેનાની મંદિર ખોલવાની માગણીનું સમર્થન કર્યું હતું.

પોલીસે દેખાવકારોને અટકાવવા માટે મંદિર તરફ જતા માર્ગો પર બૅરિકેડ્સ મૂક્યાં હતાં.

વિશ્વ વારકરી સેનાએ સોલાપુર જિલ્લા વહીવટી તંત્રને મેમોરેન્ડમ આપીને રાજ્યનાં તમામ મંદિરો ખોલવાની માગણી કરી હતી. આંબેડકર સોમવારે દેખાવકારોને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અને શાંતિ જાળવવાની અપીલ કરતા જોવા મળ્યા હતા.
અમે જિલ્લા કલેક્ટરની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છીએ, એમ આંબેડકરે જણાવ્યું હતું.

દેખાવકારો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું, એ વિશેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે લોકોની લાગણીઓ તેમને પંઢરપુર ખેંચી લાવી છે. સોલાપુરના ઍડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ અતુલ ઝેન્ડેએ રવિવારે જણાવ્યું હતું કે દેખાવોને પગલે ૪૦૦ પોલીસ જવાનોને તહેનાત કરાયા છે.

mumbai mumbai news maharashtra pune