Coronavirus Mumbai: જૂન સુધી મુંબઇમાં સામાન્ય થશે સ્થિતિ- તાતા ઇન્સ્ટીટ્યૂટ

03 May, 2021 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોવિડ વાયરસ સંક્રમણના બીજા વેવએ 2.3 લાખ મુંબઇકરને પ્રભાવિત કરી અને ફક્ત એપ્રિલમાં 1,479 લોકોના નિધન થયા.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં કોરોનાવાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખતા સ્થિતિ સામાન્ય થઈ શકે છે. સશરતે રસીકરણ વગર કોઇપણ બાધા વગર ચાલુ રહે અને કોવિડનું નવું વેરિએન્ટ ન આવી જાય. તાતા ઇન્સ્ટીટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચના વૈજ્ઞાનિકોની એક ટીમે પોતાના વિશ્લેષણમાં આ દાવો કર્યો છે. મુંબઇમાં બીજા કોવિડ વેવના કારણોને ઝીણવટથી વિશ્લેષણ કરનારા ગણિતીય મૉડલે પણ ભવિષ્યવાણી કરી હતી કે મેના પહેલા અઠવાડિયામાં કોવિડથી થનારા નિધનમાં પીક આવી શકે છે, પણ શહેરમાં સ્કૂલ ખોલવાની સ્થિતિ 1 જુલાઇ સુધી આવશે.

દાવો છેલ્લે ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્ર રાજ્યમાં વાયરસનો એક જ વેરિઅન્ટ હતો, પણ સ્થાનિક ટ્રેન સેવાઓના ફરી શરૂ તયા પછી જ વાયરસને ફેલવાનું વાતાવરણ મળ્યું જેને કારણે બીજા વેવની શરૂઆત થઈ. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે વિશ્લેષણમાં ફેબ્રુઆરીની આસપાસ અર્થવ્યવસ્થાના ખુલવાને પણ કોવિડ સંક્રમણના ફેલાવાનું કારણ બન્યું. વિશ્લેષણમાં કહેવમાં આવ્યું કે, "1 ફેબ્રુઆરીની આસપાસ સંક્રમણનું અપ્રભાવી વેરિએન્ટ ખૂબ જ ઓછા સ્તરે ફેલાયેલું હતું, પણ માર્ચના મધ્ય સુધી સ્થિતિ ગંભીર થઈ ગઈ."

2થી 2.5 ગણી અધિક સંક્રામક છે વેરિએન્ટ
ગયા વર્ષે સ્ટ્રેઇનની તુલનામાં રહેલા વેરિએન્ટ્સ 2થી 2.5 ગણા વધારે સંક્રામક છે જે 1 ફેબ્રુઆરી સુધી સંક્રમિત જનતાના 2.5 ટકા માટે જવાબદાર છે. સ્ટડીમાં જોવા મળ્યું કે ઉપરોક્ત આંકડા ખોટાં હોઇ શકે છે પણ મુંબઇમાં અત્યાધિક સંક્રમણ માટે માર્ચમાં કોઇક નવા વેરિએન્ટના મળવાનો દાવો છે.

સરકારી આંકડાઓ પ્રમાણે, કોવિડની બીજી લહેરે 2.3 લાખ મુંબઇકરને પ્રભાવિત કર્યા અને ફક્ત એપ્રિલમાં 1,479 લોકોના નિધન થયા. 1 મેના શહેરમાં 90 નિધન થયા. આ દરમિયાન મુંબઇમાં પાંચ કેન્દ્રોમાં 18થી 44 વર્ષની ઉંમરના 500 રજિસ્ટ્રેશન કરેલા લોકોનું વેક્સીનેશન થયું. બીએમસીએ લોકોને કોવિડ પ્રોટોકૉલ ફૉલૉ કરવાની અપીલ કરી છે.

mumbai Mumbai news national news coronavirus covid19