નવમા અને ૧૧મા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા વગર જ પાસ

08 April, 2021 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મિડ-ડે’ દ્વારા આ રીતનો નિર્ણય થઈ શકે એવી આશંકા દર્શાવાઈ હતી જે હવે સાચી પડી છે

ફાઈલ તસવીર

કોરોનાના વધી રહેલા કેસને જોતાં રાજ્ય સરકારે ગઈ કાલે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો. એ અનુસાર નવમા ધોરણ અને ૧૧મા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર જ પાસ જાહેર કરી તેમને આગળના ધોરણમાં પ્રમોટ કરવામાં આવશે. ‘મિડ-ડે’ દ્વારા આ રીતનો નિર્ણય થઈ શકે એવી આશંકા દર્શાવાઈ હતી જે હવે સાચી પડી છે. જોકે ૧૦મા અને ૧૨માની પરીક્ષા ઑફલાઇન જ લેવાશે અને એનું ટાઇમટેબલ ટૂંક સમયમાં જાહેર કરાશે એમ સરકારે જણાવ્યું હતું. 

બે દિવસ પહેલાં જ રાજ્ય સરકારે ૧થી ૮ ધોરણના વિદ્યાર્થીઓને પણ પરીક્ષા વગર જ પ્રમોટ કરવાનો નિર્ણય લીધો હતો, પણ ૧૦મું અને ૧૨મું ધોરણ મહત્ત્વનાં હોવાથી નવમા અને ૧૧મા ધોરણના વિદ્યાર્થીઓને પણ એ જ રીતે પ્રમોટ કરવા કે નહીં એ વિશે મતમતાંતર હતા, પણ હવે એ વિશે પણ નિર્ણય લેવાઈ જતાં વિદ્યાર્થીઓ અને વાલીઓનું ટેન્શન ઓછું થયું છે અને તેમણે ૧૦મા અને ૧૨માની તૈયારીઓ ચાલુ કરી દીધી છે.   

coronavirus covid19 mumbai mumbai news