લોકોને ઘરમાં રહેવાનું સમજાવવા માટે રાજ્યના પોલીસનો ફિલ્મી ગીત પર ડાન્સ

28 March, 2020 11:04 AM IST  |  Mumbai | Agencies

લોકોને ઘરમાં રહેવાનું સમજાવવા માટે રાજ્યના પોલીસનો ફિલ્મી ગીત પર ડાન્સ

પૂણે પોલીસ

કોરોના વાઇરસના વધતા જતા પ્રસાર સામે પોતાને સુરક્ષિત રાખવા માટે ઘરમાં જ રહેવાનું સમજાવવા માટે રાજ્યના એક પોલીસ-કર્મચારીએ જાણીતા હિન્દી ગીત પર બ્રેક ડાન્સ કર્યો હતો જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

આ વિડિયો કદાચ ઉત્તર મહારાષ્ટ્રમાં ફિલ્માવાયો છે. પોલીસના હાથમાં કોર્ડલેસ માઇક છે અને તે લોકોને કોરોના વાઇરસ સામેની લડતમાં લોકોને ઘરે રહેવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા અપીલ કરી રહ્યો છે.

આમિર ખાન અભિનીત ફિલ્મ ‘સરફરોશ’ના ગીત ‘ઝિંદગી મૌત ના બન જાયે, સંભાલો યારોં’ ગીત પર આ પોલીસ ડાન્સ કરી રહેલો જોવા મળે છે. લોકોને ઘરમાં રહેવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાની અપીલ કરવાના પોલીસના આ હટકે આઇડિયાની રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે પ્રશંસા કરી છે.

એનસીપીના આ પ્રધાને તેમના ટ્વિટર પર આ વિડિયો અપલોડ કરતાં લોકો આની નોંધ લેશે એવી આશા વ્યક્ત કરી છે. અનિલ દેશમુખે તેમના ટ્વિટર-હૅન્ડલ પર લખ્યું હતું, ‘મહારાષ્ટ્રના પોલીસને આ રીતે ડાન્સ કરીને સમજાવતો વિડિયો જોઈને કદાચ લોકો સરકારને સહકાર આપવા અને પોતાના ઘરમાં જ રહેવા પ્રેરિત થશે એવી આશા સેવું છું.’

મુંબઈમાં અત્યાર સુધી કોરોનાના કુલ 51 દરદી નોંધાયા છે. ભારતભરમાં અત્યાર સુધી કોરોનાના કુલ 885 દરદી નોંધાયા છે.

mumbai police mumbai mumbai news coronavirus covid19