વધુ પડતી ફી વસૂલતી ડોમ્બિવલીની હૉસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડેડ

13 September, 2020 09:39 AM IST  |  Mumbai | Agency

વધુ પડતી ફી વસૂલતી ડોમ્બિવલીની હૉસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડેડ

પ્રતીકાત્મક તસવીર

થાણે જિલ્લાના ડોમ્બિવલી શહેરમાં દરદીઓની સારવારમાં ખામી તથા નિયમભંગ કરનારી એક હૉસ્પિટલનું લાઇસન્સ મનપાએ શનિવારે કેન્સલ કર્યું હતું અને સાથે જ તેનું કોવિડ-19 ટેગ પણ દૂર કર્યું હતું.

કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિ. કૉર્પોરેશન (કેડીએમસી)ને શ્રી સમર્થ મલ્ટિ સ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં ગેરરીતિ ચાલતી હોવા અંગેની ઘણી ફરિયાદો મળી હતી. આ હૉસ્પિટલ દરદીઓ પાસેથી વધુપડતો ચાર્જ વસૂલતી હતી, તેમ કેડીએમસીનાં પીઆરઓ માધુરી ફોપાલેએ જણાવ્યું હતું.

હૉસ્પિટલને છ લાખ રૂપિયા કરતાં વધુના બિલ બદલ કારણ-દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ હૉસ્પિટલ નોટિસનો પ્રતિભાવ આપવામાં નિષ્ફળ નીવડી હતી.

કેડીએમસીએ કોવિડ-19 સારવાર સુવિધા તરીકેનું હૉસ્પિટલનું ટેગ દૂર કર્યું હતું અને જ્યાં સુધી તે મનપાના આદેશોનું પાલન ન કરે ત્યાં સુધી તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું, તેમ અધિકારીએ જણાવ્યું હતું.

thane dombivli mumbai mumbai news coronavirus covid19 lockdown