રાજ્યમાં 1.80 કરોડ કરતાં વધુ લોકોને રસી અપાઈ

11 May, 2021 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧,૮૦,૮૮,૦૪૨ લોકોને રસી આપવામાં આવી હોવાનું ગઈ કાલે રાજ્ય સરકાર દ્વારા જણાવાયું હતું. રવિવારે રાજ્યમાં કુલ ૧,૧૦,૪૪૮ લાભાર્થીઓએ રસી મેળવી હતી.

પ્રતીકાત્મક તસવીર

અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧,૮૦,૮૮,૦૪૨ લોકોને રસી આપવામાં આવી હોવાનું ગઈ કાલે રાજ્ય સરકાર દ્વારા જણાવાયું હતું. રવિવારે રાજ્યમાં કુલ ૧,૧૦,૪૪૮ લાભાર્થીઓએ રસી મેળવી હતી. 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ ૧૮ વર્ષથી ૪૪ વર્ષના લોકોને પહેલી મેથી રસી આપવાની શરૂઆત કર્યા બાદથી અત્યાર સુધીમાં ૪,૩૬,૩૦૨ લાભાર્થીઓએ રસી મેળવી હતી. 

અત્યાર સુધીમાં ૧૧,૨૭,૩૪૧ હેલ્થકૅર વર્કર્સે રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે, જ્યારે ૬,૬૮,૯૦૧ લોકોએ રસીનો બીજો ડોઝ મેળવ્યો હતો. સમાન રીતે ૧૦,૦૪,૫૭૮ ફ્રન્ટલાઇન વર્કર્સે પ્રથમ ડોઝ, જ્યારે ૬,૧૯,૬૨૨એ બીજો ડોઝ મેળવ્યો છે. નિવેદન મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૧,૦૦,૪૧૦ નાગરિકોએ પ્રથમ અને ૨૦,૬૭,૧૯૦ લોકોએ તેમનો બીજો ડોઝ મેળવ્યો છે.

mumbai mumbai news coronavirus covid19 covid vaccine