રેલવે આવતી કાલથી દોડાવશે ટ્રેનો : આજથી રિઝર્વેશન શરૂ થશે

11 May, 2020 07:25 AM IST  |  Mumbai | Agencies

રેલવે આવતી કાલથી દોડાવશે ટ્રેનો : આજથી રિઝર્વેશન શરૂ થશે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રેલવે એની પૅસેન્જર ટ્રેનો ૧૨ મેથી શરૂ કરી રહી છે. જોકે શરૂઆતમાં ૧૫ ટ્રેનો (ટુ ઍન્ડ ફ્રો) ચાલુ કરશે એમ આજે ભારતીય રેલે જણાવ્યું છે.

આ ટ્રેનો સ્પેશ્યલ ટ્રેન તરીકે દોડશે જે દિલ્હીથી શરૂ થશે અને દિબ્રૂગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બૅન્ગલોર, ચેન્નઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તવી જશે. ત્યાર બાદ બીજા તબક્કામાં નવા રૂટ પર બીજી ટ્રેનો દોડાવવા બાબતે નિર્ણય લેવામાં આવશે. ઉપરોક્ત ૧૦ ટ્રેનોનું બુકિંગ ૧૧ મેએ સાંજે ૪ વાગ્યે ખૂલશે. આઇઆરસીટીસીની સાઇટ પરથી એ માટે ટિકિટ બુક કરાવી શકાશે. કાઉન્ટર પરથી ટિકિટ મળશે નહીં. ટિકિટ કાઉન્ટર્સ બંધ જ રહેશે. જેમની પાસે કન્ફર્મ ટિકિટ હશે તેમને જ સ્ટેશનમાં એન્ટ્રી મળશે અને એ પૅસેન્જરોએ પણ માસ્ક પહેરવા ફરજિયાત રહેશે. દરેક પૅસેન્જરનું સ્ક્રીનિંગ થશે અને જે સ્વસ્થ જણાશે તેમને જ પ્રવાસની પરવાનગી અપાશે.

હાલમાં રેલવેએ ૨૦,૦૦૦ કોચ કોરોનાના દરદીઓ માટે ફાળવ્યા છે. એ ઉપરાંત રોજની ૩૦૦ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દેશમાં વિવિધ જગ્યાએ ફસેલા મજૂરોને તેમના વતન પહોંચાડવા માટે દોડાવાઈ રહી છે.

coronavirus indian railways maharashtra new delhi bengaluru mumbai news