Coronavirus Effect: ભાયખલા પ્રાણીસંગ્રહાલય આજથી નાગરિકો માટે બંધ

15 March, 2020 05:53 PM IST  |  Mumbai | Rachana Joshi

Coronavirus Effect: ભાયખલા પ્રાણીસંગ્રહાલય આજથી નાગરિકો માટે બંધ

વીર માતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય

કોરોના વાઈરસની ભયાનકતાને જોઈને ભારત સરકારે આ રોગને 'રાષ્ટ્રીય મહામારી' તરીકે જાહેર કર્યો છે. વાયરસનો ફેલાવો અટકે તે માટે સાવચેતીના પગલા રૂપે રાજ્યમાં શાળા-કૉલેજો, સિનેમાગૃહો, જીમ, જાહેર સ્વિમિંગ પુલ 13 માર્ચ મધરાતથી 30 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ જ પાર્શ્વભુમિ પર કોરોના વાયરસના પ્રતિબંધાત્મક ઉપાય તરીકે મુંબઈ મહાનગર પાલિકાએ ભાયખલા પશ્ચિમમાં આવેલા વીર માતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયને આજ (15 માર્ચ 2019) થી નાગરિકો માટે બંધ કર્યા છે. ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય અહીંના પ્રશાસનનો નવો આદેશ ન આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવશે, તેમ પાલિકાના એક અધિકારીએ કહ્યું હતું. તેમજ પાલિકાએ નાગરિકોને વિનંતી પણ કરી છે કે જ્યાં સુધી આગળનો આદેશ ન મળે ત્યાં સુધી નાગરિકોએ ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયની મુલાકાતે આવવું નહીં.

ભાયખલા પ્રાણીસંગ્રહાલયમાં દરરોજ 4,000 થી 5,000 મુલાકાતીઓ આવે છે. તેમાં પણ રજાના કે તહેવારના દિવસે 12,000 થી 15,000 મુલાકાતીઓ ઝુ ની મુલાકાત લે છે.

byculla byculla zoo coronavirus