કોરોનાનો પૉઝિટિવિટી રેટ હવે માત્ર ૦.૫૧ ટકો જેટલો

21 November, 2021 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં કુલ સાજા થયેલા દરદીઓની સંખ્યા હવે ૭,૩૯,૪૨૬ પર પહોંચી છે. મુંબઈમાં કોરોનાનો ડબલિંગ રેટ ગઈ કાલે ૨૩૦૮ દિવસ થઈ ગયો હતો. ગઈ કાલે મુંબઈમાં ઍક્ટિવ સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૧૩ હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ઃ મુંબઈમાં ગઈ કાલે ૩૭,૬૬૧ કોરોનાની ટેસ્ટ કરાઈ હતી જેમાંથી ૧૯૫ જણની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી, જેને કારણે પૉઝિટિવિટી રેટ ઘટીને ૦.૫૧ ટકા જેટલો રહ્યો હતો. જ્યારે ગઈ કાલે મુંબઈમાં કોરાનાને કારણે માત્ર એક જ મૃત્યુ નોંધાયું હતું અને એ મરનાર મહિલા ૬૦ વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતાં હતાં અને પહેલેથી જ અન્ય બીમારીઓથી પીડાઈ રહ્યાં હતાં. 
અત્યાર સુધીના પૉઝિટિવ કેસનો કુલ આંકડો હવે ૭,૬૦,૯૩૩ પર પહોંચી ગયો છે. એ સામે ગઈ કાલે ૩૫૧ દરદીઓ કોરોનામાંથી સાજા થયા હતા. મુંબઈમાં કુલ સાજા થયેલા દરદીઓની સંખ્યા હવે ૭,૩૯,૪૨૬ પર પહોંચી છે. મુંબઈમાં કોરોનાનો ડબલિંગ રેટ ગઈ કાલે ૨૩૦૮ દિવસ થઈ ગયો હતો. ગઈ કાલે મુંબઈમાં ઍક્ટિવ સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૧૩ હતી. ગઈ કાલે કુલ  ૧૬૯૮ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટને શોધી કાઢવામાં આવ્યા હતા અને એમાંના ૫૩૮ને સાવચેતી ખાતર કોરોના કૅર સેન્ટર્સમાં સારવાર માટે મોકલી અપાયા હતા. 

Mumbai mumbai news coronavirus covid vaccine covid19