Coronavirus: મુંબઇ સેન્ટ્રલની વૉકહાર્ટ હૉસ્પિટલમાં 29 Covid-19 પૉઝિટીવ

06 April, 2020 06:22 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: મુંબઇ સેન્ટ્રલની વૉકહાર્ટ હૉસ્પિટલમાં 29 Covid-19 પૉઝિટીવ

આ પ્રતિકાત્મક તસવીર છે.

બૃહનમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ મુંબઇ સેન્ટ્રલમાં આવેલી વોકહાર્ટ હોસ્પિટલનાં સ્ટાફનાં 29 જણા Covid-19 પૉઝિટીવ હોવાથી હૉસ્પિટલને જ કન્ટામિનેટેડ ઝોન જાહેર કરી દીધી છે.આ 29 જણમાં ત્રણ તો ડૉક્ટર્સ છે અને બાકી 26 નર્સિઝ ગયા અઠવાડિયે કોરોનાવાઇરસથી સંક્રમિત હોવાની જાણકારી બહાર આવી હતી તેમ સત્તાધિશે જણાવ્યું હતું.પખવાડિયા પહેલા  Covid-19નાં બે શંકાસ્પદ દર્દીઓ અને બે પૉઝિટીવ કેસિઝને કસ્તુરબા હૉસ્પિટલમાંથી વોકહાર્ટમાં શિફ્ટ કરાયા હતા અને તેને પગલે આ ચેપ ફેલાયો હોવાની વકી છે. આ બંન્ને દર્દીઓને આઇસોલેશનમાં રખાયા હતા પણ શંકાસ્પદ દર્દીઓને ICUમાં રખાયા હતા અને ત્યાંથી જ ઇન્ફેક્શન ફેલાયું હોવાની શક્યતાઓ છે.ગયા અઠવાડિયે ICUમાં કામ કરતી બે નર્સિઝને કોરોના પૉઝિટીવ આવ્યો અને પછી આ ઇન્ફેક્શન બહુ જલદી ફેલાયું અને ડૉક્ટર સહીત 29 જણને ચેપ લાગ્યો.BMCએ હૉસ્પિટલ સ્ટાફ અને દર્દીઓ સહીત કૂલ 270 જણનાં સ્વૉબ્ઝ ટેસ્ટ માટે લીધા છે અને હૉસ્પિટલને કન્ટામિનેટેડ ઝોન ડિક્લેર કરી છે.એક જ સ્થળેથી આટલા બધા પૉઝિટીવ કેસ આવ્યા હોવાથી BMCએ તપાસ આદરી છે કે અહીં Covid-19નાં પ્રોટોકોલ્સ અનુસરાયા હતા કે કેમ જ્યારે બે પૉઝિટીવ તથા બે શંકાસ્પદ દર્દીઓને અહીં દાખલ કરવામાં આવ્યા હતા.

coronavirus covid19 mumbai news maharashtra mumbai central