Corona Virus:રિલાયન્સ દ્વારા તૈયાર કરાઇ સૌથી પહેલી Covid-19 હૉસ્પિટલ

23 March, 2020 08:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Corona Virus:રિલાયન્સ દ્વારા તૈયાર કરાઇ સૌથી પહેલી Covid-19 હૉસ્પિટલ

ભારતનાં સૌથી પ્રતિષ્ઠિત કોર્પોરેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દેશમાં Covid-19નાં પ્રસારને અટકાવવા માટે અને કોરોનાવાઇરસ સામેની ભારતની લડતમાં જોડાવા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. રિલાયન્સ ફાઉન્ડેશન, રિલાયન્સ રિટેઇલ, રિલાયન્સ, જિઓ, રિલાયન્સ લાઇફ સાયન્સિઝ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા Covid-19ની સામેની લડત માટે સહિયારો પ્રયાસ હાથ ધરાયો છે .રિલાયન્સે ભારતની સૌથી પહેલી Covid-19 હૉસ્પિટલ ખડી કરી છે જેમાં 100 બેડ્ઝની વ્યવસ્થા છે અને આ પ્રયાસમાં સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ અને બીએમસીનાં સંયુક્ત ઉપક્રમે કાર્યવાહી હાથ ધરાઇ છે. 

મુંબઇને સેવન હિલ્સ હૉસ્પિટલમાં આ વ્યવસ્થા ખડી કરાઇ છે તથા તેનું સંપૂર્ણ ફંડિગ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરાયું છે. અહીં નેગેટિવ પ્રેશર રૂમ છે જેનાથી અરસ્પરસ થતું ઇન્ફેક્શન અટકે તથા ઇન્ફેક્શનનું ચેકિંગ સમયસર થાય. વળી એચએનઆરએફ હૉસ્પિટલાં પણ નોટિાફાઇડ દેશોમાંથી આવેલા ક્વૉરેન્ટિન મુસાફરો માટે તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાઇ છે જેને પગલે આઇસોલેશન અને ઇન્ફેક્ટેડ દર્દીઓની સારવાર ઝડપથી થઇ શકશે. મહારાષ્ટ્રનાં લોઢીવલીમાં પણ આ માટે જરૂરી આઇસોલેશન સવલત ખડી કરીને જિલ્લા સત્તાધિશોને તેનો વહીવટ સોંપાયો છે.

ઉપરાંત રિલાયન્સ દ્વારા બધા ઇમર્જન્સી વાહનોને મફત ઇંધણ પુરું પડાશે જેથી કોરોના વાઇરસનાં પૉઝિટીવ કેસિઝનાં દર્દીઓને અનિવાર્ય સ્થળોએ આવન જાવન કરવામાં સરળતા રહે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ સાથે કામ કરતાં બધાં જ કોન્ટ્રેક્ચુઅલ તથા હંગામી કામદારોને તેમનું વેતન ચુકવવામાં આવશે તથા જેઓ મહિને 30 હજારથી ઓછું કમાતા હશે તેમને બમણો પગાર ચુકવાશે.

covid19 coronavirus mukesh ambani nita ambani reliance