Coronavirus Outbreak: મુંબઇના કર્ફ્યુએ એકની 15 વર્ષની નોકરીનો ભોગ લીધો

24 March, 2020 02:36 PM IST  |  Mumbai | Shirish Vaktania

Coronavirus Outbreak: મુંબઇના કર્ફ્યુએ એકની 15 વર્ષની નોકરીનો ભોગ લીધો

મુંબઇમાં સરકારે કર્ફ્યુ જાહેર કર્યો છે

સરકાર છેલ્લા કેટલાય સમયથી ખાનગી કંપનીઓને સતત તાકીદ કરી રહી છે કે કોરોનાવાઇરસનાં રોગચાળાને પગલે કર્મચારીઓને ઘરેથી કામ કરવાની નીતિ અમલમાં મૂકે પરંતુ પવઇનાં એક કૉલ સેન્ટરે પોતાના એક ૪૦ વર્ષનાં કર્ચમચારીની નોકરી ઝૂંટવી લીધી છે. આ કર્મચારી કામેથી ઘરે પાછો જઇ રહ્યો હતો અનો પોલીસવાળાએ જ્યારે તેને રોક્યો ત્યારે હકીકત બહાર આવતા પોલીસે ઑફિસમાં પણ રેડ કરી હતી. કંપનીના સુત્રોએ જણાવ્યું કે આ થવાને કારણે તેને કંપનીનાં કેટલાક સિનિયર અધિકારીઓએ તેની સાથે રૂક્ષતાથી વાત કરી અને તેને કહી દીધું કે ફરી કામે ન આવે.

નોકરી ગુમાવનાર મૂળ ભાંડુપનો રહેવાસી છે અને તે પવાઇની આ કંપનીમાં છેલ્લા ૧૫ વર્ષથી સિનિયર એક્ઝિક્યૂટિવ તરીકે કામ કરતો હતો. કંપનીનાં અધિકારીઓએ તેનું આઇડી કાર્ડ સુદ્ધાં પાછું લઈ લીધું. મિડ-ડે સાથે વાત કરતા આ શખ્સનાં પરિવારજને કહ્યું કે, “તે ગયા ગુરુવારે જ્યારે કામથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને એક હવાલદારે રસ્તામાં રોક્યો અને પૂછ્યું કે જ્યારે બધી ઑફિસીઝ બંધ છે તો તે શા માટે ઑફિસ જઇ રહ્યો છે અને ત્યારે તેણે પોલીસ અધિકારીને કહ્યું કે તે ઑફિસથી પાછો ફરી રહ્યો છે અને તેણે પોતાનું આઇડી કાર્ડ બતાવ્યું. પોલીસ તેને તરત જ ઑફિસ પાછી લઇ ગઇ અને ઑફિસ બંધ કરાવી.”

પવઇ પોલીસ સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર સુધાકર કાંબલેએ કહ્યું કે, “કૉલ સેન્ટર્સ હજી પણ કામ કરી રહ્યા છે તેની જાણકારી મળતા જ અમે આ બાબતે તપાસ કરી અને ચાલુ ઑફિસીઝ બંધ કરાવી અથવા તેમને કર્મચારીઓની સંખ્યા ઘટાડવા કહ્યું. અ તેમને વર્ક ફ્રોમ હોમ આપવા પણ કહ્યું પણ અમને એ નહોતી ખબર કે તે કર્મચારીને નોકરીમાંથી તગેડી મુકાયો. અમે આ બાબતે આગળ તપાસ કરીશું.”

પોતાનું નામ ન જણાવવાની શરતે એક કર્મચારીએ કહ્યું કે તે પોતે ત્યારે ઑફિસમાં હાજર હતો અને એકવાર પોલીસ આવી પછી સિનિયર્સે તે વ્યક્તિને તરત જ નોકરી છોડીને ચાલી જવા કહ્યું અને ત્યાંને ત્યાં જ તેનું આઇડી કાર્ડ પણ લઇ લેવાયું. તેમણે તેને બેફામ શબ્દો કહ્યા કારણકે તેને લીધો પોલીસને ખબર પડી કે ઑફિસ ચાલુ છે. આ જોઇને અમે પણ ગભરાઇ ગયા હતા કે ક્યાંક અમને પણ નોકરીમાંથી કાઢી મૂકશે.

નોકરીનો ભોગ લેવાઇ જનારાના પરિવારનાં એક સભ્યે જણાવ્યું કે, “તેણે પોલીસને જાણ નહોતી કરી પણ તેને પોલીસે રોકીને સવાલ કર્યા જેના તેણે સાચા જવાબ આપ્યા. પ્રામાણિકતાને કારણે તેણે નોકરી ખોઇ દીધી, વળી આ કંપનીમાં તે ૧૫ વર્ષથી નોકરી કરતો હતો, જો કે તેને હજી સુધી ટર્મિનેશન લેટર નથી અપાયો.” કૉલ સેન્ટર ઑથોરિટીઝનો વારંવાર સંપર્ક કરવા છતાં તેમનો સંપર્ક નથી થઇ શક્યો.

covid19 coronavirus bhandup powai mumbai news