Coronavirus: મહારાષ્ટ્રમાં જીમ, સ્વિમિંગ પુલ્સ, થિએટર 30 માર્ચ સુધી બંધ

14 March, 2020 09:27 AM IST  |  Mumbai

Coronavirus: મહારાષ્ટ્રમાં જીમ, સ્વિમિંગ પુલ્સ, થિએટર 30 માર્ચ સુધી બંધ

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય સરકાર કોરોનાવાઇરસનાં વૈશ્વિક કટોકટીને કઇ રીતે પ્રસરતા અટકાવશે પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, "કોરોના વાઇરસની સ્થિતિ વધુ જટિલ બની રહે છે ત્યારે જ્યાં પણ શક્ય હોય ત્યાં કંપનીઓએ પણ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવી જોઇએ." ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે પુના અને પિંપરી ચિંચવાડની બધી શાળાઓ બંધ કરાી દેવાશે અને 10મા તથા 12માની પરીક્ષાઓ સિવાય શાળા અને શિક્ષણને લગતી તમામ કામગીરી અહીં બંધ રહેશે. આ ઉપરાંત શહેરોમાં બધા જીમ, સ્વિમિંગ પુલ્સ, મલ્ટીપ્લેકિસ્ઝ આજ મધરાતથી 30મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવશે.

 નાગપુરમાં આજે કોરોનાવાઇરસનાં બીજા બે કેસ થયા છે અને મહારાષ્ટ્રમાં આ આંકડો હવે 16 સુધી પહોંચ્યો છે. પુનામાં નવ કેસ, મુંબઇ અને નાગપુરમાં બંન્ને શહેરોમાં ત્રણ-ત્રણ કેસ પોઝિટીવ આવ્યા છે તથા થાણામાં એક કેસ પોઝિટીવ આવ્યો છે. મહારાષ્ટ્ર એરપોર્ટ સૌથી વ્યસ્ત રહેનારું હોવા છતાં ત્યાં પણ બધું ખાલીખમ થઇ ગયું છે.

ઇન્ફોગ્રાફિક્સ - અતુલ જૈન

મુખ્યમંત્રીએ લોકોને જાહેર સ્થળોએ એકઠા ન થવાની, મોટા ટોળાંમાં ક્યાંય પણ જવાની તથા મોલ્સ જેવા સ્થળો ન જવાની પણ અપીલ કરી છે. 

coronavirus maharashtra uddhav thackeray mumbai ani news