મુંબઈમાં કોરોનાની પૉઝિટિવિટી ફરી વધી : ૧.૫૧ ટકા નોંધાઈ

14 October, 2021 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે એકેય સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી, જ્યારે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ત્રણના ઘટાડા સાથે ૫૫ થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

શહેરમાં ગઈ કાલે ૩૧,૬૩૮ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાં ૧.૫૧ ટકા પૉઝિટિવિટી સાથે ૪૮૧ કેસ નોંધાયા હતા. ગઈ કાલે મુંબઈમાં વધુ ૩ દરદીનાં મૃત્યુ થયાં હતાં, જેમાં એક દરદી ૪૦થી ૬૦ વર્ષની ઉંમરનો હતો તો બે દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૬,૧૬૭ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં ઓછા એટલે કે ૪૬૧ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૪૯,૦૭૪ કેસમાંથી ૭,૨૫,૨૮૨ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો સહેજ વધીને ૫,૧૧૪ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્ રહી છે. કેસ ડબલિંગનો દર ઘટાડા સાથે ૧,૧૦૨ દિવસ થયો છે. ગઈ કાલે એકેય સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી, જ્યારે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ત્રણના ઘટાડા સાથે ૫૫ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૨,૮૯૯ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૫૩૬ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.

Mumbai mumbai news coronavirus covid19