મુંબઈથી પગપાળા નીકળેલા પરપ્રાંતીયો કહે છે: ભલે મરીશું, પણ અમારા ઘરે

04 May, 2020 07:55 AM IST  |  Mumbai | Faizan Khan

મુંબઈથી પગપાળા નીકળેલા પરપ્રાંતીયો કહે છે: ભલે મરીશું, પણ અમારા ઘરે

પોતાની દિવ્યાંગ કાકી, પત્ની, બે બાળકો અને દિવ્યાંગ બહેન સાથે વિશ્વનાથ શિંદે નવી મુંબઈથી અકોલા ચાલતો નીકળ્યો છે. તસવીર : રાજેશ ગુપ્તા

કોરોના વાઇરસને લીધે અનેક પરપ્રાંતીયો વિવિધ જગ્યાએ અટવાયેલા છે અને એવામાં ભારત સરકારે લૉકડાઉન વધારી દીધું છે છતાં પરપ્રાંતીયો પોતાના ઘરે જઈ શકે એવી સુવિધા મહારાષ્ટ્ર સરકારે શરૂ કરી છે, પણ આ સુવિધા હજી સુધી પ્રત્યેક પરપ્રાંતીયોને મળી નથી. તાજેતરમાં મુંબઈ-નાશિક હાઇવે પર પરપ્રાંતીયોનો કાફલો પોતાના ઘરે પગપાળા જતો દેખાયો હતો. આમાંના મોટા ભાગના પરપ્રાંતીયો ઉત્તર પ્રદેશના વતની હોવાની બાતમી મળી છે અને જ્યારે સરકારે પરપ્રાંતીયોને પોતાના ઘરે જવાની પરવાનગી આપી હતી એ દિવસથી ભાઈંદર, ઉલ્હાસનગર, પનવેલ, ભિવંડી અને તલોજા જેવા એરિયામાંથી આ લોકોએ જવાનું શરૂ કર્યું છે.

‘અમે ભૂખ્યાં છીએ. હું મારાં બાળકોના સોગંદ ખાઈને કહું છું કે સરકાર તરફથી ખાવાની બાબતમાં કોઈ અમારી મદદ કરવા આગળ નથી આવ્યું. લોકોએ અમને ૧૫ દિવસના રૅશનની મદદ કરી, પણ એ કેટલો વખત ચાલશે?

- અશોક કુમાર, પરપ્રાંતીય

mumbai mumbai news navi mumbai coronavirus faizan khan