Corona Effect: સરકારી કર્મચારીઓને માર્ચ મહિનાનો અડધો જ પગાર મળશે

31 March, 2020 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Corona Effect: સરકારી કર્મચારીઓને માર્ચ મહિનાનો અડધો જ પગાર મળશે

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને લીધે નિર્માણ થયેલી આર્થિક અને આરોગ્યની પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્યના મુખ્ય પ્રધાનો, નાયબ મુખ્યપ્રધાનો, વિધાનસભાના સભ્યો તેમજ સ્વરાજ સંસ્થાના સભ્યો સહિત બધા જ લોકપ્રતિનિધિઓનો પગારમાં 60 ટકા ગટાડો કરીને તેમેન ફક્ત 40 ટકા પગાર જ આપવામાં આવશે. તદઉપરાંત ચતુર્થ શ્રેણીના કર્મચારીઓ સિવાય બધા જ સરકારી કર્મચારીઓના પગાર પણ કાપવામાં આવશે.

રાજ્યના 'અ' અને 'બ' વર્ગના અધિકારીઓ-કર્મચારીઓના પગારમાંથી 50 ટકા કાપીને તેમને બાકીના 50 ટકા પગાર આપવામાં આવશે. જ્યારે 'ક' વર્ગના કર્મચારીઓને માર્ચ મહિનામાં ફક્ત 75 ટકા વેતન જ મળશે. પરંતુ 'ડ' વર્ગના કર્મચારીઓના પગારમાં કોઈપણ પ્રકારની કપાત કરવામાં નથી આવી. રાજ્ય સરકારના અધિકારીઓની અને કર્મચારી સંગઠનના પ્રતિનિધિઓની સલાહ લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નાયબ મુખ્ય પ્રધાન, નાણાં અને યોજના પ્રધાન અજીત પવારે કહ્યું હતું.

અજીત પવારે વધુમાં કહ્યું હતું કે, કોરોના અને લૉકડાઉનને કારણે રાજ્યની આર્થિક આવકમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાનો, નાયબ મુખ્યપ્રધાનો, વિધાનસભાના સભ્યો તેમજ સ્વરાજ સંસ્થાના સભ્યો સહિત બધા જ લોકપ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ આ નિર્ણયને ટેકો આપશે એવી આશા છે.

coronavirus covid19 maharashtra mumbai