Facebook પર આત્મહત્યાનું લાઇવ સ્ટ્રીમિંગ કરનારાને પોલીસે બચાવ્યો

05 January, 2021 08:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Facebook પર આત્મહત્યાનું લાઇવ સ્ટ્રીમિંગ કરનારાને પોલીસે બચાવ્યો

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રના ધુલેમાં 23 વર્ષીય જ્ઞાનેશ્વર પાટીલે ફેસબૂક પર આત્મહત્યાનું લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કર્યું અને ફેસબૂકની આયરલેન્ડ ઑફિસે મુંબઇ પોલીસના સાઇબરસેલને આ અંગે જાણ કરી હતી. આયર્લેન્ડમાં ફેસબુકના હેડક્વાર્ટરે મુંબઈ પોલીસને જાણ કરી કે 23 વર્ષીય જ્ઞાનેશ્વર પાટીલ આત્મહત્યા કરતાં કરતાં ફેસબુક પર લાઈવ સ્ટ્રિમિંગ કરી રહ્યો છે. આ જાણ થતાં જ 1 કલાકમાં જ પોલીસની ટીમ પાટીલના ઘરે પહોંચી  અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

રવિવારે રાત્રે 8.10ના સુમારે મુંબઈ સાઈબર પોલીસ ડીસીપી રશ્મિ કરાંદિકરને આયર્લેન્ડ સ્થિત ફેસબુક ઑફિસથી કૉલ આવ્યો અને તેમણે ગળે રેઝર રાખીને રડી રહેલા પાટીલ અંગે તેને જાણ કરી કોલ મળ્યો કે એક યુવક આત્મહત્યા કરવા જઈ રહ્યો છે અને તેનું ફેસબુક પર સ્ટ્રિમિંગ કરી રહ્યો છે. ફેસબુક હેડક્વાર્ટરે સ્ક્રીન શોટ પણ શેર કર્યો.  પાટીલ ખૂબ રડી રહ્યો હતો અને તેણે ગળા પર રેઝર રાખેલું હતું.

ઘટના રવિવાર રાત્રે મહારાષ્ટ્રના ધુળે ગામમાં આવેલી ભોઇ સોસાયટીમાં રાત્રે આઠ વાગે ઘટી. ધુળે મુંબઇથી 323 કિમી દૂર મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં છે. જ્ઞાનેશ્વર પાટીલ ઘરમાં એકલો હતો અને સોશિયલ મીડિયા પર LIVE થઈને રડતાં રડતાં બોલી રહ્યો હતો - બધા મને હેરાન કરે છે, હું બધાને હેરાન કરું છું, તેથી હું મારી જિંદગી સમાપ્ત કરવા માગું છું. તેની આ  ચેષ્ટાને 7695 કિમી દૂર આયર્લેન્ડની ફેસબુક હેડ ઓફિસમાં બેઠેલા કેટલાક લોકોએ જોઈ અને મુંબઈ પોલીસના સાઈબર સેલનો સંપર્ક કર્યો.

મુંબઈ સાઈબર પોલીસ અધિકારીઓએ યુવકનું લોકેશન શોધવાનું શરૂ કર્યું. 20 મિનિટમાં જ ટીમને પાટીલનું પિન-પોઈન્ટ લોકેશન મળી ગયું.

ડીસીપી રશ્મિ કરાંદિકરે કહ્યું હતું કે પિન પોઈન્ટ લોકેશન ઘણું મહત્ત્વનું અને મુશ્કેલ કામ હતું. અમારી પાસે ધુલેના બિલ્ડિંગનું અને યુવકનું નામ આવતાં અમે તાત્કાલિક રાતે 8.30 વાગ્યે ધુલેના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જાણ કરી.

રાતે 9 વાગ્યે ધુલેના અધિકારી પાટીલના ઘરે પહોંચી ગયા અને તેને બચાવી લીધો. એ સમયે પાટીલની ગરદનમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેને તરત હોસ્પિટલમાં લઈ જઈને બચાવી લેવાયો. જ્યાં તેની હાલત હવે સારી છે. થોડા દિવસમાં તે ઈજામાંથી સ્વસ્થ થઈ જશે.

Crime News maharashtra