આવ્હાડે કોરોના-ઇન્ફેક્શન માટે પોતાના ‘ઓવરકૉન્ફિડન્સ’ને જવાબદાર ઠેરવ્યો

19 May, 2020 09:09 AM IST  |  Mumbai | Agencies

આવ્હાડે કોરોના-ઇન્ફેક્શન માટે પોતાના ‘ઓવરકૉન્ફિડન્સ’ને જવાબદાર ઠેરવ્યો

જિતેન્દ્ર આવ્હાડ

મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા જિતેન્દ્ર આવ્હાડે સોમવારે જણાવ્યું હતું કે વધુપડતા ‘આત્મવિશ્વાસ’ને કારણે તેઓ કોરોના વાઇરસના સંક્રમણના સંપર્કમાં આવ્યા હતા.

મુમ્બ્રા-કૌસાના ધારાસભ્ય આવ્હાડના કેટલાક સિક્યૉરિટી સ્ટાફની ટેસ્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેઓ ૧૩ એપ્રિલથી ક્વૉરન્ટીન થયા હતા અને ૧૯ એપ્રિલના એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ થયા હતા જ્યાં થોડા દિવસો બાદ તેમને ઇન્ફેક્શન થયું હોવાનું માલૂમ પડ્યું હતું.

આવ્હાડે જણાવ્યું હતું કે તેઓ હાઇપરટેન્શન અને ડાયાબિટીઝ જેવી અગાઉથી મોજૂદ બીમારીઓ ધરાવે છે. તેમને ૧૦ મેના સાજા થયા બાદ રજા આપવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે ‘માત્ર ઓવરકૉન્ફિડન્સ (અતિ આત્મવિશ્વાસ)ના કારણે હું કોરોના વાઇરસ ઇન્ફેક્શનનો ભોગ બન્યો હતો. 23 એપ્રિલથી 26 એપ્રિલ વચ્ચેનો સમયગાળો મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય હતો. મારા પરિવારને જણાવવામાં આવ્યું હતું કે મારા જીવવાની આશા અત્યંત ઓછી છે. મને ઘણી બીક લાગી ગઈ હતી. મેં એક-એક મિનિટ જીવન અને મૃત્યુ વચ્ચે વિચારતાં વિતાવી હતી.’

mumbai news mumbai coronavirus covid19 lockdown maharashtra