પારસી અગિયારીમાં પ્રાર્થના કરવાની વિનંતી પર વિચાર કરો : હાઈ કોર્ટ

01 September, 2020 11:37 AM IST  |  Mumbai | Agencies

પારસી અગિયારીમાં પ્રાર્થના કરવાની વિનંતી પર વિચાર કરો : હાઈ કોર્ટ

બૉમ્બે હાઈ કોર્ટ

બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે મહારાષ્ટ્ર સરકારને કોવિડ-19 પરના પ્રતિબંધ વચ્ચે મુંબઈ પારસી પંચાયત (બીપીપી) દ્વારા મુંબઈમાં સમુદાયની અગિયારીમાં પ્રાર્થના કરવા માટે કરેલી રજૂઆત વિશે ૩ સપ્ટેમ્બરે વિચારણા કરવાનો આદેશ આપ્યો હતો.

જસ્ટિસ આર. ડી. ધાનુકા અને એમ. જે. જામદારે બૉમ્બે પારસી પંચાયતના ટ્રસ્ટી વિરાફ મહેતા દ્વારા કેમ્પ્સ કૉર્નરમાં ડુંગરવાડી અગિયારીમાં વાર્ષિક ‘ફરવરદિયાન’ પ્રાર્થના કરવા પરવાનગી માગી હતી.

મહેતાએ પર્યુષણ પર્વ માટે શહેરમાં ત્રણ મંદિરો જૈન સમુદાયને ખોલવાની મંજૂરી આપવાના સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપીને પરવાનગી માગી હતી.
મહેતાના વકીલ પ્રકાશ શાહે કોર્ટને જણાવ્યું હતું કે સૂચિત પ્રાર્થનાઓ ઉત્સવોનો ભાગ નથી, પરંતુ એ એક વાર્ષિક ધાર્મિક વિધિ છે, જેના દ્વારા સમાજના સભ્યો મૃત્યુ પામનારાઓને યાદ કરે છે અને તેમને આદર આપે છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે બીપીપી સામાજિક અંતર, સ્વચ્છતા વગેરે સહિતના તમામ સલામતી દિશાનિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરશે.

આ અરજીમાં જણાવાયું છે કે ગુરુવારે સવારે ૭થી ૩.૩૦ વાગ્યા વચ્ચે કુલ ૫૦ લોકો ડુંગરવાડી અગિયારીમાં પ્રાર્થના કરશે.

એવું કહેવામાં આવ્યું છે કે અગિયારી પરિસરને દરેક ૧૦૦૦ ચોરસ ફુટના અનેક મંડપમાં વહેંચવામાં આવશે અને એક સમયે, વિભાગદીઠ ૨૦થી વધુ લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં.

mumbai mumbai news bombay high court maharashtra covid19 coronavirus lockdown